• કલોલના પૂર્વ વિસ્તારમાં જમીનમાં ભૂવો પડ્યો
  • ભુવામાં ગાય ખાબકતા જેસીબીથી બહાર કઢાઈ
  • મોટા ભુવામાં રાત્રિના સમયે રાહદારીઓને જોખમ

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. ધોધમાર વરસાદ સાથે અનેક જગ્યાએ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. શહેરોમાં ભૂવા પડવા અને રોડ ધોવાવા જેવી સમસ્યાઓ સામન્ય થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં ગાંધીનગરમાં આવેલા કલોલના પૂર્વ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં આવેલા કલોલના પૂર્વ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો હતો. ભુવામાં ગાય ખાબકતા જેસીબીથી બહાર કઢાઈ હતી. મોટા ભુવામાં રાત્રિના સમયે રાહદારીઓને જોખમ હોવા છતા તંત્રની આંખ આડે કાન હોય તેવું લાગી રહ્યું છે. રસ્તામાં પડેલો આ ભૂવો વાહનચાલક કે રાહદારીઓ માટે જોખમરૂપ સાબિત થઇ રહ્યો છે. ભવિષ્યમાં મોટી ઘટના બને તો જવાબદાર કોણ તેવી સ્થાનિકો દ્વારા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

હવામાન વિભાગની શું છે આગાહી?

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. ગુજરાતના ચારેય ઝોનમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આાગાહી છે તેની પર નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરરસાદની આગાહી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.