સેક્ટર-13B ના કોમન પ્લોટ પાસે આવેલી સોસાયટીની બધી ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ હોવાની ફરિયાદ ઉઠી છે.


સફાઈ માટે સે-૩ની ઈન્કવારીમાં ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી ન થઈ હોવાની રહીશોની ફરિયાદ ઉઠી છે. જેને પગલે ઉભરાતી ગટરનું પાણી રોડ ઉપર રેલાય છે. ત્યારે કોઈ રોગચાળો ફેલાય તે પહેલાં સફાઈ કરવા માટે માંગણી ઉઠી છે.

સેક્ટર-13 બી ખાતે છેલ્લા કેટલાક સમયથી ગટર લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના પાણી હવે બેક મારે છે. દુર્ગંધયુક્ત ગટરના ગંદા પાણીથી પરેશાન રહીશો દ્વારા આ મુદ્દે સેક્ટર-3ની ઈન્કવારીમાં જાણ કરી હતી. જોકે હજુ સુધી કોઈ કામગીરી ન થતાં રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે. રહીશોને ડર છે કે કોમનપ્લોટમાં ઉભરાતી ગટરના પાણીથી ગંદકી થતાં મચ્છરોના ઉપદ્રવ વધી શકે છે. એટલું જ નહીં ગટર વધારે ચોકઅપ થતાં લોકોના ઘરમાં પણ પાણી બેક મારે તો પરિસ્થિતિ વધારે ગંભીર થાય તેમ છે. જેને પગલે રહીશો દ્વારા સમગ્ર મુદ્દે વહેલી તકે ગટર લાઈનની સફાઈ કરવા માંગણી કરી છે.


  • Follow us on: