રાજ્ય સરકાર દ્વારા જંત્રી લાગુ કરતા પહેલા જંત્રી સુધારણા સમિતિ ની રચના કરી છે. જેમાં મહાનગર પાલિકા, નગરપાલિકા કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના કરી છે. આ તમામ સમિતિમાં જિલ્લા કલેકટર સમિતિ ના અધ્યક્ષ રહેશે.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા જંત્રી લાગુ કરતા પહેલા જંત્રી સુધારણા સમિતિ ની રચના કરી છે. તમામ સમિતિમાં જિલ્લા કલેક્ટર સમિતિના અધ્યક્ષ રહેશે. આ સાથે કલેક્ટર સહિત સમિતિમાં મનપાના 7, નપા,UDAના 6 સભ્યો અને ગ્રામ્ય કક્ષાની સમિતિમાં કુલ 5 સભ્યો રહેશે. જંત્રી વિવાદ, જંત્રીની ક્ષતિઓ સહિતના વિષયો મુકાયા છે. સમિતિએ 15 દિવસમાં પોતાનો અભિપ્રયા ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કચેરીને આપવો પડશે.
રાજ્ય સરકારે જંત્રી સુધારણા સમિતિની રચના કરી
- તમામ સમિતિમાં જિલ્લા કલેક્ટર સમિતિના અધ્યક્ષ
- મનપા, નપા, UDA અને ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના
- કલેક્ટર સહિત સમિતિમાં મનપાના 7, નપા,UDAના 6 સભ્યો
- ગ્રામ્ય કક્ષાની સમિતિમાં કુલ 5 સભ્યો રહેશે
- જંત્રી વિવાદ,જંત્રીની ક્ષતિઓ સહિતના વિષયો મુકાયા
- સમિતિએ 15 દિવસમાં પોતાનો અભિપ્રાય આપવો પડશે
- ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કચેરીને અભિપ્રાય મોકલવો પડશે
મહાનગર પાલિકા, નગરપાલિકા કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના કરી છે. આ તમામ સમિતિ માં જિલ્લા કલેકટર સમિતિના અધ્યક્ષ રહેશે. કલેકટર સહિત સમિતિ માં મહાનગરપાલિકામાં 7 સભ્યો, નગરપાલિકા કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 6 અને ગ્રામ્ય કક્ષાની સમિતિમાં કુલ 5 સભ્યો રહેશે. આ સમિતિના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં જંત્રીના વિવાદ, જંત્રીની ક્ષતિઓ સહિતના વિષયો મુકવામાં આવ્યા છે. આ સમિતિએ પોતાની પાસે આવતા વિવાદ કે જંત્રીની ક્ષતિઓ પર 15 દિવસમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કચેરીને મોકલવો પડશે.