માર્ગ મકાન વિભાગ વિદ્યુત શાખા દ્વારા વીજળી બચતનો મેસેજ આપવા માટે જિલ્લાની સરકારી કચેરીઓમાં 3 હજારથી વધુ સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જેને વાંચીના 10 ટકા કર્મચારીઓમાં પણ થોડોઘણો ફેર પડે તો વીજળીની ઘણી બચત થાય તેમ છે.
માર્ગ મકાન વિભાગ વિદ્યુત શાખા દ્વારા છેલ્લા કેટલાક સમયથી અનોખી પહેલી શરૂ કરી છે. જેમાં પાટનગર યોજના વિભાગ હસ્તક આવેલી સરકારી કચેરીઓમાં અનેક જગ્યાએ સ્ટીકર લગાવવામાં આવ્યા છે. વિજ બચત એ જ વિજ ઉત્પાદનના સૂત્ર સાથે કોમ્પ્યુટરનું કામ ના હોય ત્યારે બંધ કરવું, જરૂરિયાત ન હોય ત્યારે લાઈટ-પંખા બંધ રાખવા, અધિકારી-કર્મચારી ના હોય ત્યારે એસી બંધ રાખવા, વોટર કૂલર સમયસર બંધ કરવી દેવા સહિતની અપીલ કરવામાં આવી છે.










