ગાંધીનગરમાં આજે વ્યાયામ શિક્ષકોના આંદોલનનો આવી શકે છે કેમકે, સરકાર અને શિક્ષકો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક મળશે તેમાં મહત્વનો નિર્ણય પણ આવી શકે છે,કાયમી ભરતી માટે શિક્ષકો કરી રહ્યા છે આંદોલન તેમજ સરકાર કાયમી તરીકેના લાભો આપે તેવી શક્યતા પણ છે,5-6 ગામ વચ્ચે એક વ્યાયામ શિક્ષક લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.સતત 24 દિવસથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન.


[[$googlead]]

વ્યાયામ શિક્ષકોને NSUIએ કર્યુ હતુ સમર્થન

વ્યાયામ શિક્ષકો કરાર આધારિત ખેલ સહાયકના બદલે કાયમી શિક્ષક તરીકે ભરતી કરવાની માંગને લઈને આંદોલન પર ઉતર્યા છે. એનએસયુઆઈ ઉપરાંત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પણ વ્યાયામ શિક્ષકોના આંદોલનને સમર્થન આપ્યું છે. પાલ આંબલિયાએ કહ્યું કે છેલ્લા બે સપ્તાહથી ઉમેદવારો દેખાવો કરી રહ્યા છે. ખેલ સહાયક યોજના રદ્દ કરવાની ઉમેદવારોની માંગ છે. તેમજ કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માગ છે કારણ કે સરકારે લાંબા સમયથી કાયમી ધોરણે શિક્ષકોની ભરતી નથી કરી.

[[$alsoread]]

પોતાની માગ પર મક્કમ વ્યાયમ શિક્ષકો

વ્યાયામ શિક્ષકોની માગ છે કે તેમની કરાર મુજબ નહીં પરંતુ કાયમી ધોરણે ભરતી કરવામાં આવી. શાળાઓમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષકોને કાયમી ધોરણે ભરતી કરાતી હોય છે. સરકાર વ્યાયામ શિક્ષકોની નિમણૂંકને ગંભીરતાથી લેતી નથી. અને એટલે જ વ્યાયામ શિક્ષકો પોતાની માગને લઈને મક્કમ છે. જ્યાં સુધી સરકાર માગ પૂર્ણ નહી કરે ત્યાં સુધી તેઓ આંદોલન પૂર્ણ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે.

  • Follow us on: