ગુજરાત પંચાયત પેથોલોજી લેબોરેટરી ટેક્નિશિયન મહામંડળ દ્વારા ચાલતી ભૂખ હડતાળ ચોથા દિવસે પણ યથાવત રહી હતી. જેમાં આમણાંત અનશન ઉપર ઉતરેલાં કર્મચારી નિલેશ કાછડીયાની તબીયત બગડી હતી. જેને પગલે તાત્કાલિક કોલ કરતાં 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. જેમાં કર્મચારીનું સુગર લેવલ ડાઉન થઈને 69 થઈ ગયું હોવાનું નિદાન થયું હતું. જેમાં તેઓના સારવાર માટે હોસ્પિટલમાં જવા માટે કહેવાતા તેઓના ના પાડી દીધી હોવાનું કહેવાય છે.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા









