• 12 અબજથી વધુ ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે વળતો જવાબ
  • ભાજપ એટલે ભરોસાની સરકાર છે : ઋષિકેશ પટેલ
  • ભાજપને પ્રજાથી દૂર કરવા કોંગ્રેસના ખોટા આરોપ : ઋષિકેશ પટેલ

જીઆઈડીસીમાં ભષ્ટ્રાચાર મુદ્દે વિપક્ષે સત્તાપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા,તો આજે સરકારના પ્રવકતા અને સિનિયર મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું કે,સત્તા વિહોણી કોંગ્રેસના પાયાવિહોણા આરોપ છે,કોંગ્રેસ આરોપો સાબિત કરી બતાવે તો માનીએ કે ભષ્ટ્રાચાર થયો છે.

GIDCએ જમીન ફાળવણીની નીતિ નક્કી કરેલી છે : ઋષિકેશ પટેલ

[[$googlead]]

ઋષિકેશ પટેલનું કહેવું છે કે,ઉધોગની નીતિ UPA સરકારે બનાવેલી છે.GIDCની નીતિ પ્રમાણે જ જમીન ફળવાય છે,સાયથા અને દહેજમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો પારદર્શકતા સાથે પ્લોટની હરાજી કરાય છે,90% કરતા ઓછા પ્લોટ વેચાયા હોય ત્યાં અરજીઓ મંગાવાય છે,અરજીઓની સ્ક્રુટિની સમિતિ કરે છે,જરૂરી હોય એટલી જ જમીન આપવાની નીતિ છે.

[[$alsoread]]

ભાજપ આગળ વધે છે તેમ કોંગ્રેસના પેટમાં દુ:ખે છે : ઋષિકેશ પટેલ

કોગ્રેસ પ્રજાને વિમુખ કરવા સતત આક્ષેપો કરે છે,"સાયખામાં એક પણ પ્લોટની ફાળવણી કરી નથી.કોંગ્રેસ મન ફાવે એવા આક્ષેપ કરે તેના માટે સમિતિ ન હોય,કોંગ્રેસ પહેલાં પોતાનો આરોપ સાબિત કરે,દહેજમાં જે જમીનો ફાળવાઇ તે નિયમ મુજબ છે.કોંગ્રેસે આપેલી વિગતો ખોટી છે,

જૂનાગઢમાં સિંહના મોતને લઈ સરકાર એક્શનમાં : ઋષિકેશ પટેલ

જૂનાગઢમાં સિંહનો મોતને લઈ સરકાર એકશન મોડમાં છે.સિંહના મૃત્યુ સંદર્ભે સરકારે આપ્યા છે તપાસના આદેશ.

સિક્કીમમાં ભૂસ્ખલન થતા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા : ઋષિકેશ પટેલ

ગુજરાત સરકાર સતત સિક્કીમ સરકારના સંપર્કમાં છે.30 ગુજરાતીઓ લાચુંગ ગામે હોટલમાં સુરક્ષિત છે.લાચુંગ ગામે અલગ - અલગ હોટલમાં રખાયા છે પ્રવાસીઓને,વાતાવરણ ચોખ્ખુ થતા રેસ્કયુની કામગીરી થશે.

 

  • Follow us on: