દ્વિ- ચક્રી વાહન ઉપર સવાર ચાલક, મુસાફરે હેલ્મેટ પહેરવુ ફરજિયાત હોવા છતાંયે સરકારે તેના સાર્વત્રિક અમલને બદલે સચિવાલય અને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓને માટે ફરજીયાત કરતા સોમવારે 'બકરૂ કાઢતા ઊંટ પેઠુ' જેવુ થયુ હતુ !
સરકારી કચરીઓના દરવાજાઓ ઉપર ટ્રાફિક પોલીસ અને વિભાગોના અધિકારીઓને હેલ્મેટ ચેકિંગ કરવા માટે ઉભા કરી દેવાતા જેઓ તે પહેર્યા વગર આવ્યા તેમના કારણે ટ્રાફિક જામ- શાબ્દિક ઘર્ષણના દર્શ્યો ઉભર્યા હતા. અલબત્ત, ખરેખર જે કાયદો છે, તે ફરજિયાત હેલ્મેટના અમલ માટે છેક હવે જઈને વાહન વ્યવહાર કમિશનરેટ- RTO તંત્ર સોમવારે અચાનક જાગ્યુ હોય તેમ તેનો અમલ સાર્વત્રિક અર્થાત સરકારી કર્મચારી કે અધિકારીઓ જ નહિ પરંતુ તમામ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ મુદ્દે સ્પેશ્યિયલ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવાનું એલાન કર્યુ છે.










