ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના બે અલગ-અલગ સંગઠનના કર્મચારીઓ દ્વારા સત્યાગ્રણ છાવણી ખાતે ધામા નાખવામાં આવ્યા હતા.


પંચાયત લેબ ટેક્નિશિયનો દ્વારા બે દિવસથી ચાલી રહેલાં આંદોલન વચ્ચે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્યની સાત જેટલી કેડરના કર્મચારીઓ આજે છાવણી ખાતે પહોંચ્યા હતા. રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરીને પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના પણ 300થી વધુ કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ કહ્યુ હતું કે, MPHW, FHW, MPHS, FHS, TMPH, THV, જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઈઝરોના પડતર પ્રશ્નોને લઈને આ અંદોલન છે. જેમાં ટેક્નિકલ કેડરમાં સમાવેશ તથા ગ્રેડ પે પગાર સુધારણાની માંગણી કરાઈ છે. આરોગ્યના તમામ સાત કેડરના કર્મચારીઓ નાણાંકીય અને વહીવટી પ્રશ્નો આગામી 10 દિવસમાં નહીં ઉકેલાય તો હવે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારાઈ છે. જે અંગે મંડળ દ્વારા જિલ્લાઓમાં બેઠકો કરીને આગામી રણનીતી ઘડવામાં આવશે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા પડતર પ્રશ્નોને લઈને છેલ્લા બે વર્ષથી અનેક વખત આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી છે. જે અંગે કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા આરોગ્ય કર્મચારીઓની ધીરજ હવે ખૂટી છે. આરોગ્ય કર્મચારીઓના ધરણાંને પગલે આજે સત્યાગ્રણ છાવણી દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળી હતી. આ તરફ ગુજરાત પંચાયત લેબોરેટરી ટેક્નિશિયન મહામંડળનો ભૂખ હડતાળનો આજે બીજો દિવસ હતો. જેમાં ગુજરાત પંચાયત લેબોરેટરી ટેક્નિશિયન મહામંડળના ધારણા કાર્યક્રમો આરોગ્ય કર્મચારી મહામંડળ સાથે કોઈ જોડાણ ન હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત પંચાયત લેબોરેટરી ટેક્નિશિયન મહામંડળના સમર્થનમાં સંયુક્ત કર્મચારી મોરચા, પ્રાથમીક શિક્ષણ સંઘ, ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘ, સંયુક્ત કર્મચારી મોરચા, પંચાયત કર્મચારી મહામંડળ, ગુજરાત પંચાયત સ્ટાફ્-નર્સ એસોસિએશનના હોદ્દેદારોએ આંદોલન સ્થળની મુલાકાત લઈ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.


  • Follow us on: