ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ત્રિ - દિવસીય સેમિકન્ડક્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિ - દિવસીય સેમિકન્ડક્ટર કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.


[[$googlead]]

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમી કંડકટર કોન્ફરન્સ અંતર્ગત પાવરિંગ ઈન્ડિયાઝ સેમીકન્ડકટર રિવોલ્યુશનની થીમ પર ચર્ચા કરવામાં આવી છે. આ સાથે IESA વિઝન સમિટ અને ISPEC કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિ - દિવસીય સેમિકન્ડક્ટર કોન્ફરન્સમાં તાઈવાન, યુએસ, નેધરલેન્ડ, સિંગાપોરના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં 1000 કરોડના MOU થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના દિશા નિર્દેશમાં આગળ વધીશું. ગુજરાત સેમિકન્ડક્ટર પોલીસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે. સેમિકન્ડક્ટરના યુનિટ ગુજરાતમાં સ્થાપિત થશે, કંપનીઓને ગુજરાત સરકાર તમામ મદદ કરશે. વડાપ્રધાનના વિકસીત ભારત સંકલ્પને સાકાર કરીશું.

[[$alsoread]]

  • Follow us on: