કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે ગાંધીનગર દાંડીકુટીરના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. આ સાથે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોસ્ટ વિભાગના ટિકિટ પ્રદર્શન અને રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમ સહિત હિંમતનગરમાં સાબર ડેરીના કાર્યક્રમ અને શેલા તળાવના બ્યુટિફિકેશનના ખાતમુહૂર્તમાં હાજરી આપશે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે

  • આજે ગાંધીનગર દાંડીકુટીરના કાર્યક્રમમાં રહેશે હાજર
  • પોસ્ટ વિભાગના ટિકિટ પ્રદર્શનીમાં આપશે હાજરી
  • રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં રહેશે હાજર
  • હિંમતનગરમાં સાબર ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે
  • શેલા તળાવના બ્યુટિફિકેશનના ખાતમુહૂર્તમાં રહેશે હાજર

અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ નારણપુરાનાંકોર્પોરેટર જયેશ પટેલનાં નિવાસ સ્થાને મુલાકાત લેશે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ, સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ તેઓ નારણપુરાનાં કોર્પોરેટર જયેશ પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લેશે. રાત્રે 8.15 કલાકે ઘાટલોડિયા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર આપશે.

બીજા દિવસે એટલે કે 19 મી નવેમ્બરનાં સવારે 11 વાગ્યે ગાંધીનગર દાંડી કુટીરનાં કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. પોસ્ટ વિભાગનાં ટિકિટ પ્રદર્શનીમાં તેઓ હાજરી આપશે. ત્યાર પછી બપોરે 12 વાગ્યે દહેગામ ખાતેનાં RRU ખાતેનાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 3 વાગ્યે હિંમતનગરનાં સાબર ડેરીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ સાંજે 4.30 કલાકે શેલા ખાતેનાં તળાવનાં બ્યુટિફિકેશનનાં ખાતમુહૂર્તમાં હાજર રહેશે. રાત્રે 10.30 કલાકે અમિત શાહ દિલ્હી પરત જવા રવાના થશે.

  • Follow us on: