કચ્છના છારી ઢંઢમાં કુંજ પક્ષીઓના શિકાર કરનાર ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.બંદૂકના ભડાકે ૨૫ કુંજ પંક્ષીઓનો શિકાર કરીને પોલીસને ચકમો આપી નાસી છૂટેલી શિકારી ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી છે,ઝડપાયેલાં ત્રણે આરોપી ભુજના રહેવાસી છે અને બાતમીના આધારે નિરોણા પોલીસે છારી ઢંઢમાં તપાસ હાથ ધરી હતી.


[[$googlead]]

પોલીસે ત્રણ આોપીઓની કરી ધરપકડ

પોલીસને જોઈને આરોપી બોલેરો પીક અપમાં નાસવા માંડ્યા હતા અને તે દરમિયાન કારે પલટી મારતા આરોપીઓ પોલીસને થાપ આપી નાસી છૂટ્યાં હતા,પોલીસે જીપની તલાશી લેતાં તેમાંથી બંદૂકના ભડાકે શિકાર કરેલાં ૨૫ કુંજ પંખીના મૃતદેહ, એક દેશી બંદૂક, ખાલી અને જીવતાં કારતૂસ, એક મોબાઈલ ફોન વગેરે મળી આવ્યાં હતાં,નિરોણા પોલીસને બાતમી મળી હતી આરોપી ફરીવાર શિકાર કરવા માટે આજ વિસ્તારમાં આવ્યા છે જેના આધારે પોલીસે તપાસ કરતા ત્રણ આરોપીને ઝડપી પાડયા છે.

[[$alsoread]]

એક આરોપી ફરાર થયો છે

સમગ્ર ઘટનામાં એક ફરાર આરોપીની શોધખોળ હાથધરી છે હાલ પોલીસે આરોપી અર્શદ કાસમ ગગડા , મોહસીન મામદ ગગડા અને ભીલાલ રમજુ ગગડાની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે,કચ્છના નખત્રાણાના તાલુકામાં આવેલ છારી ઢંઢને ગુજરાત એક માત્ર કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે,છારી ઢંઢ દેશ વિદેશના પક્ષીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.

પોલીસ બાદ વન વિભાગ કાર્યવાહી કરશે

કુંજ (કોમન ક્રેન) પંખી વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટના શિડ્યુલ્ડ 1ની શ્રેણીમાં આવતું સંરક્ષિત પંખી છે,આરોપીઓએ 25 જેટલા કુંજ પક્ષીઓનો શિકાર કર્યો છે,હાલ નિરોણા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે,સાથેજ આ મામલે વન વિભાગ જાણ કરી છે,હવે પોલીસ બાદ શિકારી વિરુદ્ધ વન વિભાગ અલગથી ગુનો નોંધી કાર્યવાહી કરશે.

  • Follow us on: