જામનગર શહેરમાં એક યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા મચાવી દીધી છે.જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા પંચેશ્વર ટાવર નજીક એક ફ્લેટમાં અને અન્ય સ્થળોએ યુવતી પર ત્રણ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જે અંગે યુવતીની ફરિયાદના પગલે પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે.
પંચેશ્વર ટાવર વિસ્તારમાં બની ઘટના
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતો હુસેન ગુલમામદ શેખ કે જેણે પોતાના મકાનમાં એક યુવતીને ઘરકામ માટે બોલાવી હતી, ત્યારબાદ બાથરૂમમાં નહાતી સમય કોઈપણ રીતે યુવતીના નગ્ન ફોટા પાડી લીધા હતા, જે ફોટા ના આધારે પોતે બ્લેકમેલ કરતો હતો, અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ વધુ બ્લેકમેલ કરીને પોતાના અન્ય બે સાગરીતો આમિરખાન જાફરખાન તેમજ ફૈઝલ લતીફ કે જે બંને એ પણ યુવતી સાથે ગેંગરેપ આચર્યો હતો. જે અંગેની પોલીસને જાણકારી મળતાં સિટી ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા તેમજ સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન. ચાવડા કે જેઓ તાબડતોબ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી ભોગ બનનાર યુવતી ની ફરિયાદના આધારે આરોપીઓ હુસેન ગુલમામદ શેખ તેમજ તેના અન્ય બે સાગરીતો હમીરખાન અને ફૈઝલ દરવાનની અટકાયત કરી લીધી હતી.
ફાર્મ હાઉસમાં પણ ગુજાર્યો દુષ્કર્મ
ફરિયાદીની ફરિયાદ બાદ ત્રણેય આરોપીઓની અટકાયત બાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, અને ત્રણેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ભોગ બનનાર યુવતિને મોટા થાવરીયા ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં પણ એકથી વધુ વખત યુવતી સાથે ગેંગરેપ ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સ્થળનું પંચનામુ કર્યું છે, પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ત્રણેય આરોપી ફરિયાદીને છેલ્લા દોઢ વર્ષથી યુવતીને બ્લેકમેલ કરી આ કૃત્ય કરતા હતા.
આરોપીને ઝડપ્યા પોલીસે
ફરિયાદીની માતા પણ ઘરકામ કરે છે જેના થકી તેઓ આ યુવતીના સંપર્કમાં આવ્યા હતા અને હુસેનના ઘરમાં ઘરકામ કરતી વખતે તેની જાણ બહાર નગ્ન વિડીયો ફોટા વિડીયો બનાવી ભોગ બનનાર સાથે કૃત્ય કરતા હતા.હાલ પોલીસ દ્વારા ભોગ બનનાર યુવતી ને તબીબી ચકાસણી માટે જી.જી. હોસ્પિટલમાં મોકલી આપી છે. આ બનાવને લઈને પોલીસ દ્વારા આ ગુનામાં અન્ય કોઈ મદદગારીમાં છે કે નહિ તે દિશામાં તપાસ શરૂ કરી છે અને આરોપીઓને રિમાન્ડમાં લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ બનાવને પગલે જામનગર શહેરમાં ભારે હલચલ મચી ગઈ છે.મુખ્ય સૂત્રધાર આરોપી હુસેન ગુલમામદ હથિયાર તેમજ ડ્રગ્સના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
ગેંગરેપના ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકીના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખની પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી, દરમિયાન મુખ્ય સૂત્રધાર હુસેન અગાઉ હથિયાર તેમજ નશીલા પદાર્થના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે, અને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે અલગ અલગ બે ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ ત્રણેય આરોપીઓને સીટી એ.ડીવિઝન પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે, અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.