- ડીસા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી સભામાં આ નિવેદન આપ્યુ
- છેલ્લા 5-10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિ માટે છે
- એક જ વ્યક્તિનો રાજકીય રોટલો શેકવા સહકારી માળખુ: ગેનીબેન
ગેનીબેન ઠાકોરે બનાસ ડેરીના ચેરમેન પર આક્ષેપ કર્યા છે. ગેનીબેને નામ લીધા વગર શંકર ચૌધરી પર નિશાન સાધ્યું છે. જેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે છેલ્લા 5-10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિ માટે છે. એક જ વ્યક્તિનો રાજકીય રોટલો શેકવા સહકારી માળખુ છે.
ડીસા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી સભામાં આ નિવેદન આપ્યુ
ડીસા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી સભામાં આ નિવેદન આપ્યુ છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતુ કે છેલ્લા 10 કે 5 વર્ષથી સહકારી મળખું લોકોના ઉથ્થાન માટે નહીં પરંતુ એક જ વ્યક્તિને પોતાનો રાજકીય રોટલો શેકવા અને એમની આજુબાજુના લોકોના કહેવા પ્રમાણે આખુ સહકારી માળખું ચાલે છે. અનેક ચેરમેન હતા ગલબા કાકાએ ડેરી સ્થાપી ત્યાંથી લઇ પરથીભાઈ સુધી એ લોકો આવી રીતે વહીવટ કરીને આ રીતે ડેરીને બાનમાં લીધી નથી.
ગેનીબેને નિવેદન આપી શંકર ચૌધરીને આડેહાથ લીધા
આ તો મંત્રીઓને તમારે 50 જણા લાવવા પડશે 20 જણા લાવવા પડશે આ 10 વર્ષથી જ ચાલુ થયું છે. બાકી પહેલા ડેરી ડેરીના રીતે ચાલતી હતી. ડીસા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી ગેનીબેનની મતદારો સાથેની સભામાં ગેનીબેને નિવેદન આપી શંકર ચૌધરીને આડેહાથ લીધા હતા.









