પાટણમાં ગેનીબેન ઠાકોરે સમાજમાં વ્યાપેલા દૂષણો મામલે ટકોર કરી હતી. તેઓએ સદારામ કન્યા લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિકોને શિક્ષણ અંગનું મહત્વ સમજાવ્યુ હતુ. ગેનીબેને કહ્યુ હતુ કે, મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય તેવી માનસિકતામાંથઈ બહાર આવવુ પડશે. દેવીદેવતાઓ, અંધશ્રદ્ધા, ભુવામાંથી બહાર આવવું પડશે. આ કાર્ય ખૂબ જરુરી છે. ગેનીબેને વધુમાં કહ્યુ હતુ કે, અંધશ્રદ્ધામાંથી બહાર ન આવે ત્યાં સુધી સમાજમાં શિક્ષણનું સ્તર સુધરશે નહીં.
સદારામ કન્યા લાયબ્રેરીનું ઉદ્ઘાટન
સદારામ કન્યા લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેઓએ પોતાના અંદાજમાં જ લોકોને ટકોર કરી હતી. તેઓએ શિક્ષણ અને સમાજનું મહત્ત્વ સમજાવ્યુ હતુ. ગેનીબેન ઠાકોરે ઉદ્ઘાટન પ્રસંગ દરમિયાન કહ્યુ હતુ કે, અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જરુરી છે. અને જો અંધશ્રદ્ધામાંથી બહાર નહી આવો તો સમાજમાં શિક્ષણનું સ્તર સુધરી શકશે નહી. નાના સમાજ શિક્ષણ માટે કરોડો રૂપિયા એકઠા કરી શકે છે. સુરાણામાં મંદિરની પ્રતિષ્ઠા માટે રૂ.1 કરોડ વ્યાજે લાવવામાં આવ્યા હતા. શિક્ષણ માટે આગળ આવવા પર સાંસદ ગેનીબેન ઠાકોરે ખાસ ભાર મુક્યો હતો.
ગેનીબેન ઠાકોરની ઓળખ દબંગ નેતા તરીકે
ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય રહી પોતાની સેવા આપી છે. તેઓ હાલ સાંસદ છે. અને પોતાના આગવા અને દબંગ અંદાજ માટે જાણીતા છે. તેઓે લોકકલ્યાણના ખૂબ કામ કર્યા છે. તેઓએ 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. અને રાજકારણમાં જોડાઇ પોતાની મજબૂત ઓળખ બનાવી છે. ગેનીબેન ઠાકોરે દત્તક લીધેલી પુત્રીના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. જેના કારણે તેઓ વધુ ચર્ચામાં આવ્યા હતા.









