• ભુપેન્દ્ર પટેલ ઘાટલોડીયા બેઠકથી વિજેતા બન્યા
  • ઘાટલોડિયા બેઠકના બે ઉમેદવારો મુખ્યપ્રધાન બન્યા છે
  • ઘાટલોડિયા બેઠક પર 59.71 ટકા મતદાન થયું

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અમદાવાદની ઘાટલોડીયા વિધાનસભા બેઠકમાં પાટીદારોની વસ્તી વધુ છે. ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્ય પ્રધાન આપ્યા છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યપ્રધાનનું પદ સાંભળનાર વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટાઈને આવ્યા હતા. ત્યારે ફરીથી ઘાટલોડિયા બેઠક પરથી ભાજપે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી. ભુપેન્દ્ર પટેલ ફરી એક વખત ચૂંટણી જીત્યા છે. 

અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર 19માં રાઉન્ડના અંતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 181638 મતથી જીત નીશ્ચિત કરી ચૂક્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને 18794 અને આપના વિજય પટેલને 14035 મત મળ્યા છે. આ સાથે જ ફરી ભૂપેન્દ્ર પટેલ સૌથી વધુ 1,62,844 મતોની લીડ મેળવનાર ઉમેદવાર બની ચૂક્યા છે.

ઘાટલોડિયા બેઠક પર કુલ મતદારો 426851 છે. જેમાં પુરૂષ મતદારો 219564 અને સ્ત્રી મતદારો 207272 છે. જેમાં 59.71 ટકા મતદાન થયું છે. આ બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રીપીટ કર્ય છે. જ્યારે કોંગ્રેસે ઉમેદવાર તરીકે અમીબહેન યાજ્ઞિકને ટિકિટ આપી છે. અને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે કેપ્ટન ચંદુભાઈ બામરોલીયાને ટિકિટ આપી છે.

અમદાવાદ શહેરની હોટ સીટ એટલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક. આ એવી બેઠક છે કે જેણે ગુજરાતને પહેલા આનંદીબેન પટેલ અને બીજા ભૂપેન્દ્ર પટેલ એમ 2 મુખ્યપ્રધાન આપ્યા છે. ત્યારે ભાજપના ગઢ સમાન આ બેઠકને જીતવા કૉંગ્રેસ આ વખતે તેમનાં વરિષ્ઠ નેતા અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ સામાજિક કાર્યકર્તા વિજય પટેલને મેદાને ઉતાર્યા છે. આથી સમગ્ર રાજ્યની નજર આ વખતે ઘાટલોડિયા બેઠક પર ટકેલી છે.


  • Follow us on: