• રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ
  • ગિફ્ટ સિટીમાં ફિન - ટેક હબની સ્થાપના કરવામાં આવશે
  • ફિન - ટેક હબ માટે 52 કરોડની જોગવાઇ કરાઈ

ગિફ્ટ સિટી ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે . જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની સપનાનાં શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને “ વોક હું વર્ક " " લિવ - વર્ક- પ્લે કમ્યુનિટી " ની કલ્પના સાકાર થશે.

આ વિકાસ કાર્યોમાં 4.5 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ , આરોગ્યલક્ષી સવલતો , મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે. તેમજ GIFT સિટી ખાતે ફિન - ટેક હબ'ની સ્થાપના કરવામાં આવશે જેના માટે પર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એટલું જ નહીં ગિફ્ટ સિટી ખાતે 'ફિન-ટેક હબ'ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને આ માટે રૂપિયા 52 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

[[$googlead]]

ગિફ્ટ સિટી અને અમદાવાદને જોડાશે

[[$alsoread]]

જ્યારે બજેટમાં ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેની સાથે જ દુનિયાનું સૌથી મોટું અને રળિયામણું રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગરને રિવરફ્રન્ટથી જોળવામાં આવશે.

રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં વિશેષ જોગવાઈ

જેની સાથે જ રિવરફ્રન્ટ પ્રોજેકટના ફેઝ-1 માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-2 માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ-3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્‍ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-4 અને ફેઝ-5 અંતર્ગત રિવરફ્રન્‍ટ વિસ્તારનો ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. 

  • Follow us on: