ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા છે. સાવરકુંડલામાં વિવિધ વિકાસકાર્યોની CMના હસ્તે ભેટ આપવામાં આવી છે. નાવલી રિવરફ્રન્ટ અને ગટર યોજના 2નું CMના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મુલાકાતે પહોંચ્યા છે. સાવરકુંડલામાં ભાજપના ધારાસભ્યો અને કાર્યકરોએ બાઈક રેલી યોજીને મુખ્યમંત્રીનુ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સાવરકુંડલા ખાતે નાવલી રિવરફ્રન્ટ અને ગટર યોજના-2નુ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના તમામ 5ધારાસભ્યો તેમજ સાંસદ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન સાવરકુંડલા ખાતે રૂપિયા ૧૨૨ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા.. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી નાવલી નદી ના રિવરફ્રન્ટ તેમજ ગટર યોજના-2નુ ખાતમુહૂર્ત કર્યું હતું... સાથે જ સાવરકુંડલા APMC ના પટાંગણમાં ખેડૂત આગેવાન ' ભગવાન બાપા ' ની પુર્ણ કદની પ્રતિમાનું અનાવરણ બાદ જાહેર સભા સંબોધી હતી અને ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા વિકાસ કાર્યો અંગે જણાવ્યું હતું. આ સાથે જ તેઓ સાવરકુંડલા નજીક આવેલા ' માનવ મંદિર આશ્રમ' તેમજ કાના તળાવ ગામે આવેલ શિવ દરબાર આશ્રમની મુલાકાત લીધી હતી. સાવરકુંડલા થી તેઓ અમરેલી તાલુકાના ચાડીયા ગામે પહોચ્યા હતા જ્યા માતૃભૂમિ વંદના મહોત્સવમાં ભાગ લીધા બાદ બાબુ ભાઈ પેથાણી સરોવર નુ ભુમી પુજન કર્યું હતું.
સાવરકુંડલા નજીક આવેલા ' માનવ મંદિર આશ્રમ' તેમજ કાનાતળાવ ગામે આવેલા 'શિવ દરબાર આશ્રમ'ની પણ CM ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરી હતી. આ સાથે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડુત નેતા ' ભગવાન બાપા'ની પુર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ સાથે સાવરકુંડલા માર્કેટ યાર્ડ ખાતે જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું.









