• સોમનાથ મંદિરમાં દર્શન કરશે ગૃહમંત્રી અમિત શાહ

  • સોમેશ્વર પૂજા, તેમજ કળશ પૂજન કરશે અમિત શાહ
  • અમિત શાહ રાત્રિરોકાણ સોમનાથ સર્કિટહાઉસમાં કરશે

ગીર સોમનાથથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આવતીકાલે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન છે અને આગામી 4 જૂનના રોજ લોકસભા ચૂંટણી 2024ના મતગણતરી થવાની છે અને પરિણામો જાહેર થશે. જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમનાથ દાદાના શરણે આવ્યા છે.

મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ પત્ની સાથે સોમનાથ સર્કિટ હાઉસ પહોંચ્યા છે. ટૂંક સમયમાં તેઓ સોમનાથ મંદિર ખાતે દર્શન માટે જશે. ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજા, ધજા પૂજા અને કળશ પૂજન કરશે. તેમજ જ આજે રાત્રિ રોકાણ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે જ કરશે. આવતીકાલે વહેલી ફરીથી સોમનાથ મંદિર દર્શન કરી બપોરનું ભોજન લઇ અમદાવાદ જવા રવાના થશે.


  • Follow us on: