ગીર સોમનાથમાં આવેલા ઉનાના સનખેડા ગામે સરકારી ગૌચરની જમીનમાં મોટાપાયે દબાણો હટાવવા ગ્રામપંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી હતી આ ગેરકાનૂની ઊભાં કરાયેલ દબાણો હટાવવા જિલ્લા કલેકટરની સૂચનાથી ડિમોલિશનની કામગીરી તેજ કરાઇ છે.

મળતી માહિતી મુજબ, ઉના તાલુકાના સનખડા ગામે ગૌચરની જમીન ઉપર કરેલ દબાણ ઉપર તંત્ર બુલડોઝર ફરી વળ્યુ છે. સનખડા ગ્રામ પંચાયતની ગૌચરની આશરે 500 વીઘા જેટલી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે. જેના પગલે ગીર સોમનાથ જિલ્લા કલેકટરની સૂચનાથી ઉના તાલુકા પંચાયત કચેરીના સ્ટાફને સાથે રાખીને તંત્રએ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. 

જિલ્લા કલેકટરની સૂચનાથી આજથી ત્રણ દિવસ ગૌચરની જમીન ઉપરના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના છેડે આવેલ ગેરકાયદેસર દુકાનો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રનું બુલડોજર ફરી વળ્યુ છે.