- લાંચ લેતા ઝડપાયેલા ઉના PSI વરૂ ACBમાં હાજર થયા
- ACBએ વચેટીયાને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો
- ACB PSI વરૂને કોર્ટમાં રજૂ કરી માંગી શકે છે રિમાન્ડ
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં થોડા દિવસ પહેલા ACB દ્વારા એક છટકું ગોઠવીને ઉના પોલીસ સ્ટેશનના PSI વતી લાંચ લેતા બે વચેટિયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉના પોલીસ સ્ટેશનના PSI એચ. કે. વરુ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. સમગ્ર ઘટના 29મી મેના રોજની છે. જોકે, આ સમગ્ર કેસમાં PSI વરૂ ફરાર હતા.
ત્યારે, હવે PSI વરૂ હવે ACB કચેરી ખાતે હજાર થઈ ગયા છે અને આત્મસમર્પણ કરી દીધું છે. ઉના ACB એ થોડા દિવસ પહેલા કરેલ રેડમાં પકડાયેલ વચેટિયા વિજય જેઠવાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે, PSI એચ.કે વરું ACBમાં હાજર થઈ ગયા છે. ACB દ્વારા PSIને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે.










