રાજ્યમાં ફરી એક વખત જુગારધામ ઝડપાયું છે. ગીર સોમનાથના સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું છે. ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું. ગીર સોમનાથ LCBને મોટી સફળતા મળી છે. સંગોદ્રા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું. 50થી વધુ જુગારીઓ અને 25 લાખ રૂપિયા રોકડા ઝડપાયા છે.
જુગારીઓ મહેસાણા અને કડીના હોવાનું ખુલ્યું
તમને જણાવી દઈએ કે ગીર સોમનાથ LCBને બાતમી મળી હતી કે રિસોર્ટના એક રૂમમાં મોટા પ્રમાણમાં જુગારધામ ચાલી રહ્યું છે. ત્યારે જુગાર સાથે દારૂની પણ રેલમછેલ સામે આવી છે. 10થી વધુ ફોરવીલ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ LCBની ટીમે જપ્ત કર્યો છે. આ તમામ જુગારીઓ મહેસાણા અને કડીના હોવાનું સામે આવ્યું છે.
બાવળાના ધરજી ગામેથી 18 જુગારી ઝડપાયા
ઉલ્લેખનીય છે કે 13 માર્ચે અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે બાવળાના ધરજી ગામે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 18 જુગારીઓ જૂગાર રમતા ઝડપાયા હતા. પોલીસે કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નળસરોવર પોલીસ મથકે જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાવળા તાલુકાના ધરજી ગામે ધમધમતું જુગારધામ પર બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, બાવળા તાલુકાના ધરજી ગામે 18થી વધુ જુગારીઓ ખુલ્લેઆમ જુગાર રમતા હતા, તેવામાં અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે દરોડા પાડતા જુગારીઓમાં ફફડાટ ફેલાવા લાગ્યો હતો. જુગારીઓ પોલીસ પકડથી દૂર રહેવા ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેવામાં અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે જુગાર રમતા 18 શખ્સને ઝડપી પાડ્યા હતા.









