ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે જેમા પ્રમુખ તરીકે આબીદાબેન નકવી,ઉપ-પ્રમુખ તરીકે શીવાભાઈ હમીરભાઇ સોલંકી,કારોબારી ચેરમેન તરીકે વિવેક મેરની વરણી કરવામાં આવી છે.કોડીનાર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જામયો હતો.છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના કબજામાં રહેલી કોડીનાર નગરપાલિકામાં માજી સાંસદ દિનુભાઈ સોલંકીનું વર્ચસ્વ યથાવત રહ્યું હતુ.
28 બેઠકો પર ભાજપનો થયો હતો વિજય
કોડીનાર નગર પાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાતા છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જૂથ નો દબદબો યથાવત રહ્યો હતો.ચૂંટણી પૂર્વે જ 4 બેઠક બિન હરીફ ભાજપને મળી હતી જ્યારે બાકીની 24 બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો અનેક કાવાદાવા તેમજ એડીચોટીનું જોર લગાવવા છતાં કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી.









