ગીર સોમનાથનો જીવાદોરી સમાન શિંગોડા ડેમ ખાલી કરાશે કેમકે,ડેમના રેડીયલ ગેટ બદલવાની કામગીરીને લઇ આ ડેમ ખાલી કરાશે સાથે સાથે સ્પિલ્વે ક્રેસ્ટ લેવલ સુધી ખાલી છોડવાની મંજૂરી આપવામા આવી છે,સાંજે 5 કલાકે શિંગોડા નદીમાં પાણી છોડાશે અને જેને લઈ નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે,તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપાઇ સૂચના તો,કાંઠા નજીક રહેતા લોકોને સલામત સ્થળે જવા સૂચના અપાઈ છે.
સાંજે છોડવામાં આવશે પાણી
શિંગોડા ડેમના રેડીયલ ગેઈટ બદલવાની કામગીરી કરવાની હોવાથી શિંગોડા ડેમ સ્પિલ્વે ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાની જરૂરિયાત રહેતી હોય શિંગોડા ડેમનું પાણી નદીમાં છોડવાની સરકારે મંજૂરી આપી છે,આજે સાંજના ૦૫:૦૦ કલાકે શિંગોડા ડેમમાંથી શિંગોડા નદીમાં પાણી છોડવામાં આવશે.શિંગોડા નદીના કાંઠે વસેલા લગત તમામ ગામ તથા લોકોને નદીના પટમા અવર-જવર ન કરવા તેમજ માલ ઢોર કે વાહનો પસાર ન કરવા તેમજ નદીના પટમા વસેલા લોકોને સલામત સ્થળે ખસી જવાની જરૂરી સુચના અપાઇ છે.
ગીર સોમનાથ જિલ્લામાં કુલ 5 ડેમ
ગીર સોમનાથ જિલ્લામાં કુલ 5 ડેમ આવેલા છે. જે પૈકી સૌથી મોટો ડેમ શિંગોડા. મધ્યગીરમાંથી નીકળતી શીંગવડા નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમની ઊંચાઈ 61 ફૂટની છે. અને ડેમમાં વિશાળ 6 દરવાજા આવેલા છે. શિંગોડા ડેમ કોડીનાર તાલુકાની જીવાદોરી ગણવામાં આવે છે.ગીર જંગલમાં ભારે વરસાદને કારણે ગીરમાંથી નીકળતી શીંગવડા નદી પર બાંધવામાં આવેલા શિંગોડા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતી હોય છે.ગીર સોમનાથનો આ શિંગોડા ડેમ ગિરગઢડા તાલુકાનાં જામવાળા સ્થિત જંગલ વિસ્તારમાં આવેલો છે. ડેમની આજુબાજુનો વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ હોઈ ડેમના અધિકારી અને કર્મચારી સિવાય અન્ય કોઈને આ ડેમ પર જવા દેવામાં આવતા નથી. શિંગોડા ડેમનો સ્ત્રાવ વિસ્તાર 14 કિલોમીટરનો છે. ગીર મધ્યનાં કનકાઈનાં ડુંગર વિસ્તારમાંથી શીંગવડો નદીનું મુખ આવેલું છે. શીંગવડો નદીની કુલ લંબાઈ 82 કિલોમીટરની છે.









