21થી 23 નવેમ્બર દરમિયાન રાજ્ય સરકારની ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. આ શિબિરમાં CM સહિત તમામ મંત્રીઓ તમામ વિભાગના વડાઓ હાજર રહેશે. રાજ્ય સરકારના આગામી આયોજનો પર મંથન કરાશે. આ ચિંતન શિબિરમાં નવી નીતિઓ, આગામી રોડમેપ સંદર્ભે ચર્ચા થશે. સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે.


[[$googlead]]

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથ યોજાશે. રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાશે. આ ત્રણ દિવસીય ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. જેમાં 21 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચિંતન શિબિર યોજાશે. તેમજ શિબિરમાં વિવિધ વિષયો પર ચિંતન કરવામાં આવશે. તેના અંતર્ગત રાજ્ય સરકાર આગામી આયોજનો પર મંથન કરશે.

મળતી માહિતી મુજબ, ડેવલપમેન્ટના 10 મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર થઈ શકે છે. તેમજ આ ચિંતન શિબિરમાં મંત્રીમંડળના સભ્યો, IAS, IPS અધિકારીઓ હાજર રહેશે. તો આગામી 21 નવેમ્બર થી 23 નવેમ્બર સુધીની આ શિબિરમાં આરોગ્ય પોષણ, રાજ્યમાં તૈયાર થતી નીતિઓ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો સહિતના વિષયો ઉપર ચિંતન કરવામાં આવશે. આ ઉપરાંત સિસ્ટનેબલ ડેવલોપમેન્ટના 10 મુદ્દાઓનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી શકે છે. તેની સાથે રાજ્ય સ્તરે આગામી રોડમેપ પર સંદર્ભે સમિક્ષા કરવામાં આવશે.

[[$alsoread]]
  • Follow us on: