ગીર સોમનાથની વેરાવળ સ્પે.કોર્ટે એનડીપીએસના 2 આરોપીને 5 વર્ષની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો છે, વર્ષ 2023માં તાલાલા નજીક 1800 ગ્રામ ગાંજા સાથે પકડાયા હતા આરોપી, સલીમ ઉર્ફે મેરુ કસમ દલ અને સતાર મહમદ દોમાનને સજા ફટકારવામાં આવી છે, માદક પદાર્થ ગાંજાની હેરાફેરીના આરોપીને ફટકારી સજા.
સાક્ષીઓની જુબાની અને પુરાવાઓને આધારે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા
વેરાવળની સ્પે.કોર્ટે એનડીપીએસના કેસમાં બે આરોપીને સજા ફટકારી છે, બે વર્ષ પહેલા 1800 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, તેમજ 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી વકીલ કેતનસિંહ વાળાના જણાવ્યા અનુસાર આરોપી સલીફ ઉર્ફે મેરુભાઈ મેંદરડાનો રહેવાસી છે, ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના PI અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમે 7 જૂન 2023ના રોજ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. તાલાળા-સાસણ રોડ પર ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ પાસેથી પ્યાગો રિક્ષામાંથી આરોપીઓની ધરપકડ કરી હતી.









