ગીર ગઢડામાં વિચિત્ર ઘટના સામે આવી. ગીર ગઢડા તાલુકામાં એક ખેડૂતેને વીજ જોડાણ ના હોવા છતાં વીજ બિલ આવતા પાલિકામાં બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વડવિયાળા ગામની છે. જ્યાં એક ખેડૂતને 500 રૂપિયાનું બિલ આવ્યું. અંહી આશ્ચર્ય બિલની રકમને લઈને નહીં પરંતુ કનેકશન ના હોવા છતાં બિલ આવ્યું તે બાબતની છે. ખેડૂત દ્વારા આ મામલે જવાબદાર અધિકારીને રજૂઆત કરાઈ હતી.
વીજ કનેકશન માટે 6 મહિનાથી ખેડૂત ખાય છે ધક્કા
વડવિયાળા ગામના ખેડૂત ભીખા લાલજી દોમડિયા નામના ખેડૂત ખેતી કરી ગુજરાન કરે છે. ભીખાભાઈએ તા.૨૩/૫/૨૦૨૩ માં પોતાની ખેતીની જમીન ઉપર વીજ જોડાણ માંગેલું. ખેડૂતની માગને પગલે PGVCL દ્વારા વીજ પોલ અને ટ્રાન્સફોર્મર તો લગાડી દેવામાં આવ્યા હતા. પરતું હજુ સુધી વીજ જોડાણ આપવામાં આવ્યું નથી. ગામના કોઈ વ્યક્તિ દ્વારા વાંધા અરજી કરાઈ હતી પરંતુ તેનો ચુકાદો પણ ભીખા દોમડિયાની તરફેણમાં જ આ વ્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેકટરે વીજ જોડાણ કરવા હુકમ પણ કર્યો હતો. જિલ્લા કલેકટરના આ હુકમનું PGVCL ના કર્મચારીઓ દ્વારા હજુ સુધી પાલન ના કરવામાં આવતા કનેક્શન આપવામાં આવ્યું નથી. વીજ જોડાણ કરવા માટે ખેડૂત ભીખા દોમડિયા છેલ્લા 6 મહિનાથી વીજ કચેરીના ધક્કા ખાય રહ્યા છે.
વીજ કનેકશન વગર ખેતીમાં મુશ્કેલી
ખેડૂત ભીખા દોમડિયા એ પિયત માટે વાડીમાં બોર પણ બે વર્ષ થી કરાવીને રાખ્યો છે. પણ વીજ જોડાણ ના મળતા ચોમાસા સિવાય કોઈ પાક લઈ શકતા નથી.. નવાઈ તો ત્યારે થઈ કે ભીખા દોમડિયાને વીજ જોડાણ આપ્યું ના હોવા છતાં PGVCL દ્વારા તા.25 ના રોજ ભીખા દોમડિયાના નામનું રુ.520 રૂપિયાનું બિલ ફાડી નાખ્યું. ખેડૂત ભીખા દોમડીયા એ જ્યારે ગીર ગઢડા PGVCL કાર્યપાલક ઈજનેર કચેરીને આ બિલ લઈને ત્યારે હાલ ના ભરવા માટે જણાવ્યું. લો બોલો વીજ કનેકશન માટે ધક્કા ખાય છે અને કનેકશન તો ના આવ્યું, પણ પહેલા જ વીજ બીલ આવ્યું.









