અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યો વાહનચાલક યુવતીને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો જેમાં યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે,ટ્રાફિક પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,પોલીસે રોડ પરના સીસીટીવીની પણ તપાસ કરી છે પરંતુ તે રોડ પર સીસીટીવી ઓછા હોવાથી પોલીસ માટે આરોપી સુધી પહોંચવું થોડું મુશ્કેલ બન્યું છે.
અમદાવાદમાં હિટ એન્ડ રનમાં યુવતીનું મોત
અમદાવાદમાં હિટે એન્ડ રનની ઘટના સામાન્ય બનતી જાય છે અમદાવાદના બોપલ વિસ્તાકરમાં 3 દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી,અજાણ્યો વાહન ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો છે,પોલીસે નારોલ સુધીના સીસીટીવી તપાસ્યા છે સાથે સાથે પોલીસે મૃતક યુવતીના પરિવારજનોનો પણ સંપર્ક કર્યો છે,મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.હજી સુધી આરોપી પોલીસની પકડની બહાર છે.
13-01-2025ના રોજ પણ બની હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદના શેલામાં હિટ એન્ડ રનમાં એક વાહનચાલકનું મોત નિપજયુ હતું,ફૂડની ડિલિવરીનો ધંધો કરતો યુવક વાહન લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન ફુલ સ્પીડમાં આવેલા વાહને પાછળથી ઉડાડી દીધો હતો અને હવામાં ફંગોળાઈ યુવક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત થયું હતુ.પોલીસે આસપાસના સીસીટીવીની મદદ મેળવી છે અને તપાસ હાથધરી હતી.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.









