- પત્નિને મોબાઈલમાં ફોટા પાડતી જોઈ પતિ ઉશ્કેરાયો
- આડાસંબંધનો વહેમ રાખી યુવતી સાથે મારઝૂડ કરી
- પહેરેલ કપડે પરિણીતાને ઘરેથી કાઢી મૂકતા ફરિયાદ
વસોની પરિણીતાએ પતિ તેમજ સાસુ અને નણંદ વિરુદ્ધ શારિરીક માનસિક ત્રાસ આપી, પતિ દ્વારા આડાસંબંધોનો વહેમ રાખી ઝઘડો ટંટો કરી મારઝૂડ કરી પહેરેલ કપડે ઘરમાંથી બહાર કાઢી મૂકતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આણંદ જિલ્લાના આંકલાવની 41 વર્ષીય મહિલાના લગ્ન 13 વર્ષ અગાઉ વસોમાં રહેતા રજનીકાન્ત સાથે થયા હતા. લગ્ન બાદ સંતાનમાં એક દિકરા તથા એક દિકરીનો જન્મ થયો હતો. ગત તા.12 એપ્રિલના રોજ પરિણીતાના જેઠના ઘરે દિકરાની બાધા, તા.19મીએ માતાજીની પલ્લી અને 20મીએ જવારા વિસર્જન હતા. પરિણીતાની દિકરી અને નણંદે જવારા માથે લીધેલ હોય પરિણીતા મોબાઈલમાં તેમના ફોટા પાડી રહી હતી. દરમિયાન પતિએ ઉશ્કેરાઈ જઈ તુ ફોટા પાડતી સારી નથી લાગતી, બંધ કર બધુ તેમ કહી અપશબ્દો બોલ્યા હતા.










