• તબીબ યુવતી PI બી.કે.ખાચરને મળવા આવી હતી
  • તબીબ યુવતીના પર્સમાંથી 15 પાનાની નોટ મળી
  • PI સાથે મુલાકાત ન થતા પગલુ ભર્યાનુ અનુમાન

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કચેરીના પ્રાંગણમાં મહિલાના મોત મામલે પ્રેમ સંબંધ હોવાની હકીકત સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલાની મોતની ઘટના બાદ પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું છેકે, મૃતક મહિલા અને પીઆઇ વચ્ચે ચાર વર્ષનો પ્રેમ સંબંધમાં હોવાનો ખુલાસો થયો છે.

પ્રેમ સંબંધ હોવાની માહિતી

[[$googlead]]

[[$alsoread]]

આ અંગેની માહિતી અનુસાર, 32 વર્ષિય ડૉ.વૈશાલી જોશી અને PI ખાચર 4 વર્ષથી સંપર્કમાં હતા. એટલું જ નહીં તબીબ યુવતી PI બી.કે.ખાચરને મળવા આવી હતી. આ માટે પ્રાથમિક તપાસ દરમિયાન તબીબ યુવતીના પર્સમાંથી 15 પાનાની નોટ મળી છે. જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છેકે, PI સાથે મુલાકાત ન થતા પગલુ ભરવામાં આવ્યું.


મારા અંતિમ સંસ્કાર PI ખાચર કરે : મૃતકે નોટમાં લખ્યું

એટલું જ નહીં મૃતક પાસેથી 15 પેજની સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં મારા અંતિમ સંસ્કાર પીઆઇ બી.કે.ખાચર કરે તેવો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે. તેમજ પીઆઇ બી.કે.ખાચરે ચાર-પાંચ વર્ષથી મહિલા તબીબ સાથે પ્રેમ સંબંધમાં હતા. પરંતુ એક મહિનાથી પીઆઇએ બ્રેકઅપ કરી દેતા મહિલાએ આપઘાત કર્યાનું સામે આવ્યુ છે.

મૃતક ડોક્ટર વૈશાલી જોશી એ પોતાની સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, મારી સાથે ઇમોશનલ ગેમ થઈ છે. હું છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં છું. મારી મોત માટે જવાબદાર બી કે ખાચર છે. સાથે જ પરિવારને માફી માંગતા લખ્યું હતું કે, મને માફ કરી દેજો. મારા અંતિમ સંસ્કાર બી.કે ખાચરના હસ્તે કરાવો. પોલીસ તપાસમાં અને સુસાઇડ નોટમાં હકીકત સામે આવી કે બીકે ખાચર અને મૃતક મહિલા ડોક્ટર વૈશાલી જોશી છેલ્લા પાંચ વર્ષથી એકબીજા ના પ્રેમ સંબંધમાં હતા.

ડિપ્રેશનમાં હોવાની વિગતો સામે આવી

તેમજ છેલ્લા કેટલાક સમયથી ખાચર તેનાથી દૂર રહેતા હોય તેની સાથે સંબંધ ન રાખતા હોય તેથી યુવતી ડિપ્રેશનમાં હતી અને તે જ ડિપ્રેશન તેની મોતનું કારણ બન્યું છે. આ મહિલાના મોત બાદ 15 પેજની સુસાઈડ નોટમાં પ્રેમસંબંધ હોવાના ખુલાસા થયા છે. આ મુદ્દે પોલીસ અધિકારીઓએ મૌન સેવ્યું છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી PI વિરુદ્ધ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી છે.


ઘટના બાદથી PI ફરાર થયા

થોડા સમયથી અણબનાવ થતા તબીબ યુવતી ડિપ્રેશનમાં હોવાની પણ વિગતો સામે આવી રહી છે. મૃતકે લખેલી સ્યુસાઇડ નોટના આધારે પોલીસની કાર્યવાહી કરી છે. મૃતક વૈશાલીની સ્યુસાઈડ નોટ અને એક ડાયરી મળી આવી છે. જોકે સમગ્ર ઘટના પછી PI બી.કે.ખાચરનો કોઈ સંપર્કમાં નથી અને હાલ ફરાર હોવાની માહિતી સામે આવી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોણ છે યુવતી

અમદાવાદના શિવરંજની પીજીમાં રહેતા ડૉક્ટર વૈશાલીબેને ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં જ મહિલાનું મોત થયું છે. ડૉ.વૈશાલી જોશી મૂળ મહિસાગર જિલ્લાના વીરપુર પાસેના ડભેડીની રહેવાસી હતી. વૈશાલી જોશી સેટલાઈટમાં પીજીમાં રહેતી હતી મૃતકના પિતાનું અવસાન થયું છે. તેમજ તેને માતા અને 2 બહેનો હોવાનું ખુલ્યું છે. જેમાં એક બહેન વડોદરા અને એક કેનેડા છે. 

  • Follow us on: