• અત્યાર સુધીમાં 7,000થી વધુ પ્રવાસીઓ આવ્યા
  • નેચર સફારીના રૂટ પર 15-20 સિંહ જોવા મળે છે
  • સાવ નજીકથી સિંહ દેખાતા પ્રવાસીઓ રોમાંચિત

છેલ્લા બે વર્ષથી સાવજોની ભૂમિ ગિરનારમાં સાસણ બાદ ગિરનાર નેચર સફારી શરૂ કરવામાં આવી છે. દેશ વિદેશથી આવતા લાખો પ્રવાસીઓ હવે સિંહ દર્શન માટે સાસણને બદલે ગિરનાર સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા આવી રહ્યા છે. આ સ્થળની ખાસિયત એ છે કે અહી પ્રવાસીઓને પ્રકૃતિના આનંદ સાથે સાવજના દર્શન થયા વગર રહેતા નથી. ગિરનાર નેચર સફારીના રૂટ પર 15થી 20 સિંહ જોવા મળે છે. આ સાથે જ દીપડા, ઘોર ખોદિયું, જંગલી બિલાડી, સાબર, નીલગાય સહિતના વન્ય પ્રાણીનો પણ સફારીમાં વસવાટ છે જે ટુરિસ્ટને જોવા મળે છે.

ગીરમાં પ્રવાસીઓનો ધસારો વધતા ગિરનારમાં પણ સફારી શરૂ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં 7,000થી વધુ ટુરિટ્સે ગિરનાર સફારીમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ નિહાળ્યા છે. ગિરનાર નેચર સફારીમાં દરરોજની આઠ ટ્રીપ હોય છે. અત્યાર સુધીમાં કુલ 24 વિદેશી પ્રવાસીઓ ગિરનાર નેચર સફારીની મુલાકાત લઈ ચૂક્યા છે. આ સાથે ગિરનાર નેચર સફારી શરૂ થતા સ્થાનિક લોકોને રોજગારી પણ મળી છે.

[[$googlead]]

ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં 50થી વધુ સિંહ વિહરતા નજરે પડે છે. ઉપરાંત આ અભયારણ્યમાં પ્રવાસીઓને લિમિટેડ પરમિટ હોવાથી સિંહદર્શન અચૂક થાય જ છે અને ખાસ કરીને સિંહ સિવાયના પણ વન્ય પ્રાણીઓ જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ જાય છે સાવ નજીકથી સિંહ દર્શન થતાં પ્રવાસીઓ રોમાંચિત થાય છે. આમ સાસણની સાથે હવે ગિરનારમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહોના દર્શન ની સાથે અન્ય વન્ય પ્રાણીઓને પણ નિહાળી આનંદમય બન્યા છે.

[[$alsoread]]

  • Follow us on: