- સોમવારે GLS કેમ્પસમાં સિડનીની કોલેજ સાથેના MOU સાઈન કરાયા
- GLSમાં એક વર્ષ, ઓસ્ટ્રેલિયામાં બે વર્ષ અભ્યાસ બાદ ત્રણ વર્ષની ડિગ્રી
- ત્રણ વર્ષના આ ડિગ્રી કોર્સમાં વિદ્યાર્થીને વિદેશમાં બે વર્ષ જ અભ્યાસ કરવો પડશે
GLS યુનિવર્સિટી દ્વારા આજે સોમવારે GLS કેમ્પસ ખાતે ઓસ્ટ્રેલીયાના સીડનીની UTS કોલેજ સાથે એક MOU કર્યા હતા. MOUથી વિદ્યાર્થીઓ ઈન્ફર્મેશન ટેક્નોલોજીમાં સ્નાતક અથવા બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રીમા સ્નાતકની ડિગ્રી મેળવી શકશે. ત્રણ વર્ષના આ ડિગ્રી કોર્સમાં વિદ્યાર્થીને વિદેશમાં બે વર્ષ જ અભ્યાસ કરવો પડશે. પ્રથમ વર્ષનો અભ્યાસ GLS યુનિવર્સિટીમાં જ ચાલશે. પ્રથમ બેંચ 30થી 45 વિદ્યાર્થીઓ સાથે આગામી ફેબ્રુઆરી-2023થી શરૂ કરવામાં આવશે તેવુ જીએલએસ યુનિ.ના પ્રેસિડેન્ટ સુધીર નાણાવટીએ જણાવ્યુ હતુ.
તેમણે વધુમા ઉમેર્યુ હતુ કે, નવી શિક્ષણ નીતિના જે સુચનો છે તેના ભાગરૂપે GLS યુનિ. દ્વારા સિડનીની UTS કોલેજ સાથે એમઓયુ કરવામાં આવ્યાં છે. UTS કોલેજ દ્વારા જીએલએસમાં પાથવે પ્રોગ્રામ્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમા BBAના આ કોર્સમાં પ્રવેશના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓએ GLSમાં ભણાવામાં આવશે. જેમાં UTS કોલેજ દ્વારા નિયત થયેલા અભ્યાસક્રમની જીએલએસની ફેકલ્ટીને ટ્રેનિંગ અપાશે અને તે પ્રમાણે ભણાવાશે. વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષ જીએલએસમાં અભ્યાસ કરશે અને બીજુ અને ત્રીજુ વર્ષે ઓસ્ટ્રેલીયામાં ભણશે. પરંતુ ડિગ્રી UTS કોલેજની જ મળશે.આ વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલીયાની સરકાર દ્વારા 4 વર્ષના વર્ક પરમીટ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયા ઓસ્ટ્રેલિયન સરકારના શિક્ષણ વિભાગના મંત્રી કાઉન્સેલર મેથ્યુ જોહનસ્ટન, UTS કોલેજના મેનેજિંગ ડિરેક્ટર એલેક્સ મર્ફી ઉપસ્થિત રહ્યાં હતા.










