- જાણ ગોધરા ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો
- ટ્રકની ઉપરથી પસાર થતો MGVCL નો હાઈ ટેન્શન વાયર તૂટીને ટ્રક પર પડયો હતો
- બીજી તરફ્ ટ્રકમાં આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી
ગોધરા સાતપુલ વિસ્તારમાં ચિરોદરા રોડ પર ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાં આવેલા ચિખોદરા રોડ પર ઊભેલી ટ્રકના પાછળના ભાગે વીજ વાયર પડતા આગ લાગવા પામી હતી. આગ લાગી હોવાની જાણ ગોધરા ફાયર બ્રિગેડની ટીમને થતાં તાબડતોબ દોડી જઇને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
ગોધરા શહેરમાં આજ રોજ સવાર નાં સમયગાળામાં શહેરના સાત પુલ વિસ્તારમાં આવેલા ચિખોદરા રોડ ઉપર એક ટ્રકચાલક પોતાની ટ્રક પાર્ક કરીને બેઠા હતા.ત્યારે ટ્રકની ઉપરથી પસાર થતો MGVCL નો હાઈ ટેન્શન વાયર તૂટીને ટ્રક પર પડયો હતો.જે બાદ ટ્રકના પાછળના ભાગે એકાએક આગ લાગવા પામી હતી.જેને લઇને ઉપસ્થિત લોકો દ્વારા ઘરગથ્થુ ઉપાયો દ્વારા આગ બુઝાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.આગ બેકાબૂ બને તે અગાઉ ગોધરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.જે બાદ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી, બીજી તરફ્ ટ્રકમાં આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટ્રકમાં રહેલા ટ્રકના ક્લીનરને વીજકરંટ લાગ્યો હતો, ઘટના બાદ MGVCL ની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરાઇ ન હતી.










