- ભારે પવનને કારણે આગ બેકાબૂ બની
- ફાયર બ્રિગેડની ટીમે સતત સાડા ત્રણ કલાક પાણીનો મારો ચલાવ્યો
- ગોધરામાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી
ગોધરા નજીક દેવ તલાવડી પાસે આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ભારે પવનને કારણે આગ બેકાબૂ બની હતી. ફાયર બ્રિગેડની ટીમે સતત સાડા ત્રણ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલા દેવ તલાવડી પાસે એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા અફ્ડા તફ્ડી નો માહોલ સર્જાયો હતો. જોકે આજુબાજુના સ્થાનિક રહીશોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ગોધરા ફાયર બ્રિગેડ ની ટીમ તાબડતોડ ઘટના સ્થળ ઉપર પહોંચી અને પ્લાસ્ટિકના વેસ્ટ ભંગારમાં પાણીનો મારો ચલાવી આગને કાબુ લેવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. આગના બનાવને લઈને આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કારણ કે આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે તેને કાબુ કરવા માટે ગોધરાની ફાયર બ્રિગેડની ટીમે સતત સાડા ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારબાદ આગ કાબુમાં આવી હતી.










