• ગોધરાના બામરોલી રોડ પર રહેતા રહીશો દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

  • રહિશો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને તપાસ કરવા માગ કરાઈ
  • પાલિકામાં નકલ મેળવવા ગેરરિતી થયાની ફરિયાદ કરાઇ હતી

ગોધરા શહેરના બામરોલી રોડ પર રહેતા રહીશો દ્વારા સેવાસદન કચેરી ખાતે પ્રોપર્ટી કાર્ડની નકલો મેળવવામાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપ સાથે કલેકટર, પોલીસ અધિક્ષક અને સીટી સર્વે કચેરીનાં અધિકારીને આવેદનપત્ર આપીને જરૂરી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.

આજરોજ બામરોલી રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓ તેમજ શહેરમાં આવેલી અન્ય સોસાયટીઓના રહીશોએ આપેલા આવેદનપત્ર જણાવવામાં આવ્યું હતું કે સિટી સર્વે ગોધરામાં વાવડી બુજર્ગ વિસ્તારની સમ્રાટ નગર, ગાયત્રીનગર તેમજ બાગેશ્રી અને બામરોલી રોડ વાવડી બુજર્ગમાં આવેલી તમામ સોસાયટીના પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે રજૂઆત વ્કરી છે. તેમ છતાં આજદિન સુધી પ્રોપર્ટીકાર્ડ અંગે કોઈ કાર્યવાહી કરતાં નથી તેમજ મકાન ધારકોને પ્રોપર્ટીકાર્ડ બાબતે અસંખ્ય મુશ્કેલીઓ સિનિયર સીટીઝન તેમજ પ્રજા ભોગવી રહી છે, સમ્રાટનગર સોસાયટીમાં 109 મકાન ટ્વીન્સ અને બંગલા માપ અને નકશાથી તેમજ નગર નિયોજનના નકશા અનુસાર જેતે વખતે કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં 109 મકાન ધારકો રહે છે. સોસાયટીના રહીશોએ પ્રોપર્ટીકાર્ડ મેળવવા માટે તમામ કાગળો જૂન 2023થી રજૂઆત કરી છે, આરટીઆઇ પણ કરી છે, જ્યારે સમ્રાટનગર સોસાયટીના બે પ્રોપર્ટી કાર્ડ બી 42 અને બી એવા બે કાર્ડ ક્યાં નિયમ અને માપ અને નકશા મુજબ કર્યા છે. જેની તપાસ માંગવામાં આવી છે પણ આજદિન સુધી પગલાં લીધા નથી. આવી રજૂઆત થાય તેમનો પાપ છુપાવવા માટે પ્રોપર્ટીકાર્ડ ઇસ્યુ કરેલ ધારકને નોટીશ આપી દબાવવાની કોશીશ કરી છે. જે કાર્યવાહી અયોગ્ય ગણાય જેથી અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ. ઉપરાંત સ્થળ તપાસ, માપણી, વગેરે જેવી કાર્યવાહીની નોટિશ આપી પ્રોપર્ટીકાર્ડ ફળવવાની કામગીરીમાં બિનજરૂરી વિલંબની નીતિ અપનાવવામાં આવી રહી છે. જેનાથી આ વિસ્તારની સોસાયટીઓના રહીશોમાં વ્યાપક રોષ અને પ્રચંડ આક્રોશ પેદા થયો છે.

વાવડી બુઝર્ગના મકાન ધારકોની રેવન્યુ તેમજ નગર નિયોજન અને સિટી સર્વેમાં તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હોય છે. જેથી ગાંધીનગરની જેમ ગોધરામાં પણ ઘરે બેઠા પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવા માટે અમારી વ્યાજબી માંગણી અને રજૂઆત છે. જે ધ્યાનમાં લેવા માટે અમારી માંગ છે.


  • Follow us on: