પંચમહાલ જિલ્લામાં કરાર આધારિત ખેલ સહાયકને અંતિમ માસનો પૂરો પગાર નહિં ચુકવવામાં આવતાં ઉગ્ર રજુઆત કરાઈ છે. ખેલ સહાયકોને અંતિમ માસમાં પુરી ફરજ બજાવી હોવા છતાં માત્ર સાત દિવસના પગારની ચુકવણી કરાઈ છે.


ખેલ સહાયકોએ જિલ્લા પંચાયત કચેરી પ્રાંગણમાં સૂત્રોચ્ચાર કરી શિક્ષણ સમિતિ ચેરમેનને રજુઆત કરતાં યોગ્ય નિર્ણયની હૈયાધારણા આપી હતી.પંચમહાલ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક તરીકે 11 માસના કરાર આધારિત 88 કર્મચારીઓને કરાર પૂર્ણ થતાં છુટા કરી દેવાયા છે. જેમને અંતિમ માસ એટલે કે ફેબ્રુઆરી મહિનાનો માત્ર સાત દિવસનો પગાર ચુકવાતાં નારાજગી સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનને પૂરો પગાર ચૂકવવા માંગણી કરતી રજુઆત કરાઈ હતી. રાજ્યના અન્ય જિલ્લામાં અંતિમ માસનો પૂરો પગાર ચુકવાયો છે, છતાં વેકેશનનો કરારમાં સમાવેશ નહિં હોવા છતાં પગાર કાપી લેવાયો હોવાની રજૂઆત સાથે કલેકટર અને વિધાનસભા સુધી રજુઆત કરવા ચીમકી આપી હતી.


  • Follow us on: