લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા અને ગુજરાત મુંબઈ રેશનાલીસ્ટ એસોસિએશન અને હ્યુમિનીસ્ટ રેશનાલીસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્પેસ કેપ્સ્યૂલ વિષય પર ઓનલાઈન વેબિનાર યોજાયો હતો.
નાસાના એસ્ટ્રોનોડ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર ગત તા.5 જુન 2024ના રોજ 8 દિવસીય સંશોધન માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ગયા હતા, પરંતુ ટેકનીકલ કારણોસહ તેઓ 9 મહિના પછી તા.18 માર્ચના રોજ પરત ર્ફ્યા છે. લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા અને ગુજરાત મુંબઈ રેશનાલીસ્ટ એસોસિએશન અને હ્યુમિનીસ્ટ રેશનાલીસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન વેબિનાર યોજાયો હતો. જેનો વિષય સ્પેસ કેપ્સ્યૂલ- (JOURNEY OF A SPACE CAPSULE: FROM EARH TO SPACE AND BACK) હતો. આ વેબીનારના સ્પીકર તરીકે સંગત નાઈક હતા, જેઓ ISROમાં રિસર્ચર તરીકે ફરજ બજાવે છે. આ વેબિનારમાં વિદ્યાર્થીઓ, વિજ્ઞાન શિક્ષકો અને ડોક્ટર જોડાયા હતા. સંગત નાઈક દ્વારા સ્પેસ કેપ્સ્યુલ વિશેની જાણકારી અપાઈ હતી. સ્પેસ કેપ્સ્યુલ એક અવકાશયાન છે જે વૈજ્ઞાનિક પ્રયોગો અને અવકાશયાત્રીઓને અવકાશમાં અને ત્યાંથી પરિવહન માટે રચાયેલ છે. આ સ્પેસ કેપ્સ્યૂલની બનાવટ વિષે, તેના આકાર વિષે તેમજ તેનું મહત્વ શું છે તેના વિષે માહિતી આપી હતી. ત્યાર પછી હાજર રહેલા સભ્યોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. આ પ્રસંગે કલ્પના ચાવલાને પણ યાદ કરાયા હતા.










