- પંચમહાલના સંતો અને મહંતોનું કલેક્ટરને આવેદન
- કેટલાક તત્વો દ્વારા સનાતન ધર્મની લાગણી દુભાવાના પ્રયાસ
- વૈષ્ણવ સંપ્રદાય સમાજની લાગણી અને ઠેસ પહોંચાડી વ્લાગણી દુભાય તેવી માનસિકતાથી આ ફ્લ્મિ બનાવવામાં આવી છે
અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ આજ રોજ પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાંથી વડીલ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ફ્લ્મિ નિર્માતા યશરાજની મહારાજ ફ્લ્મિ કોઈ પણ સંજોગો માં રીલિઝ ના થાય અને હાઇકોર્ટ કાયમી તેનો પ્રતિબંધ લગાવે તેવી માંગ સાથે એડિશનલ કલેક્ટર ને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું.
જેમાં વિધર્મીઓ દ્વારા અવારનવાર હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને લાંછન રૂપ અને હંમેશા સનાતન ધર્મને નીચું દેખાડવા માટે ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીઝના અમુક મુખ્યાઓ જેવા કે અમીરખાન. શાહરુખ ખાન અને હાલમાં આમીરખાનના દીકરા જુનેદખાન દ્વારા મહારાજા ફ્લ્મિો બનાવી છે. અને આ મહારાજા ફ્લ્મિ એવી પારદર્શિકા કરે છે કે હિન્દુ સમાજને લાગણી દુભાઈ રહી છે. પદ્માવતી, પીકે જેવી અનેક ફ્લ્મિો રજુ કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાવી છે અને જો આ જ રીતે ફ્લ્મિ બનાવતા રહેશે ત્યારે તમામ સંતો ગૌરક્ષકો તમામ લોકો બહાર આવી તેનો વિરોધ કરશે.










