ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટ તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોધરા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો.


જે અન્વયે રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર અને જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા ફ્લેગ ઓફ્ આપી દોડનો પ્રારંભ કરાવાયો હતો. આ કાર્યક્રમમાં અધિક કલેકટર એમ. ડી. ચુડાસમા, શિક્ષણ સમિતીનાં ચેરમેન, ગોધરા નગર પાલિકા ચીફ્ ઓફ્સિર, જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા, સ્પોર્ટસ કોચ, મેનેજર, ટ્રેનર્સ, ઓફ્શિીયલ સ્ટાફ્ અને ખેલાડીઓ, પોલિસના જવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો અને ખેલાડીઓ રાષ્ટ્રીય એકતાના શપથ લઈને એકતા દોડમાં જોડાયા હતા. દર વર્ષે સરદાર વલ્લભાઈ પટેલની જનમજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે.


  • Follow us on: