- આઇ.સી.ડી.એસ દ્વારા કાર્યક્રમ યોજાયો
- મહિલાઓને વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી અપાઈ
- વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી પ્રસંગે રેલી યોજાઈ હતી.
ઘોઘંબા તાલુકા ખાતે પંચમહાલ આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા આજ રોજ તાલુકાના બી.આર.જી.એફ્ હોલમાં સ્તનપાન સપ્તાહની કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ઘટકની આંગણવાડી કાર્યકર બહેનો જિલ્લા કક્ષાએથી આવેલ પ્રોગ્રામ ઓફ્સિર તેમજ વડોદરા ઝૉન પ્રાદેશિક સંયોજક IIPHG પાયલબેન મેઘાણી તેમજ જિલ્લા પોષણ અભિયાન અંતર્ગત ડિસ્ટ્રીકટ કોર્ડીનેટર તેમજ પુર્ણા કન્સલન્ટ તેમજ ઘોઘંબાના તાલુકા વિકાસ અધિકારી તેમજ ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અનુરૂપ વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત પ્રોગ્રામ ઓફ્સિર દ્વારા ઉપસ્થિતોને આઇ.સી.ડી.એસ વિભાગમાં ચાલતી વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપી તેમજ ટી.એચ.આર થકી બનતી વાનગીઓનું ડેમો કરી સમજણ આપવામાં આવી હતી. સ્થાનિક શાકભાજી, તેમજ સરગવો જેવા ઔષધીય વનસ્પતિનો વધુ ઉપયોગ કરે તે અંગે માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે પ્રાદેશિક સંયોજક દ્વારા ઉપસ્થિતોને વિશ્વ સ્તનપાન થીમ અંગે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ રેલી યોજાઈ હતી.










