સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મોટો પ્રમાણમાં પકડાયો છે. શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારખાના બાદ હવે ગોડાઉન ઝડપાયું છે. ગોડાઉનમાંથી રૂપિયા 1.84 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ગોડાઉનમાંથી 1,710 બોક્સમાં 1,23,120 બોબીન મળી આવી છે. રૂપિયા 150ની કિંમતની એક બોબીન છે.
કારખાનામાં દોરી બનાવ્યા બાદ ગોડાઉનમાં સંગ્રહ કરાયો
તમને જણાવી દઈએ LCB ઝોન 4એ દરોડા પાડીને આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે અને શહેરમાં કારખાના બાદ ગુપ્ત ગોડાઉનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કારખાનામાં ચાઈનીઝ દોરી બનાવ્યા બાદ ગોડાઉનમાં પેકિંગ કરતા હતા. રૂપિયા 1.84 કરોડથી વધુની ચાઈનઝી દોરીનો સંગ્રહ ગોડાઉનમાં કરવામાં આવેલો હતો. ઉલ્લેખનીય છએ કે ભારતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે. ત્યારે ઓનલાઈન પણ આ દોરીનું વેચાણ કરવામાં આવતું હોવાની આશંકા પોલીસને છે. હાલમાં પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે.
6 એપ્રિલે પાંડેસરા વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું કારખાનું ઝડપાયું હતું
ઉલ્લેખનીય છે કે 6 એપ્રિલે સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું કારખાનું ઝડપાયું હતું. કારખાનામાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો. પાંડેસરાના મારુતિનગરમાંથી કારખાનું ઝડપાયું હતું. કારખાનામાંથી પોલીસે 2 લોકોની અટકાયત કરી હતી. પોલીસે ચાઈનીઝ દોરીનું કારખાનું સીઝ કર્યું હતું અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









