• સીટી સ્માર્ટ કહેવાયું પણ રસ્તાના ખાડા દૂર ન થયા
  • રોડ ગાયબ અને ખાડાઓનું સામ્રાજ્ય જેવી સ્થિતિ
  • જગતપુર તરફ જતા રસ્તા પર જ્યાં જૂઓ ત્યાં ખાડા

અમદાવાદનો વિકાસ થયો પણ સ્માર્ટ રસ્તાનો વિકાસ ના થયો તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.અમદાવાદના પોશ વિસ્તાર જગતપુરમાં ગોદરેજ ગાર્ડન સીટી સહિતના રોડ પર વરસાદી પાણી ભરાવાને લઈ ખાડા પડયા છે,આ રસ્તા પર જતા સ્થાનિકો તેમજ વાહનચાલકો ખરાબ રોડને લઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ખરાબ રોડથી પરેશાન પ્રજાનો તંત્ર સામે રોષ

[[$googlead]]

કહેવાતા સ્માર્ટ સીટીના દાવા પોકળ સાબિત થયા છે,તમે પણ જગતપુર અને ગોદરેજ ગાર્ડનસીટી રોડ પર જશો તો તમને પણ અનુભવ થશે કે આ રોડ કેટલી હદે ખરાબ છે,હજી તો અમદાવાદમાં જોઈએ તેવો વરસાદ પણ પડયો નથી અને થોડાક જ વરસાદમાં વિકાસની વાસ્તવિકતા સામે આવી છે.વરસાદ બાદ સ્માર્ટ શહેરની શરમજનક સ્થિતિ થઈ ગઈ છે.જ્યાં જુવો ત્યાં રોડના બદલે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.ગોદરેજ ગાર્ડન સીટી, જગતપુર, છારોળી,વંદે માતરમ સહિતના વિસ્તારોમાં રોડ કરતા ખાડાઓનું પ્રમાણ વધુ છે.

[[$alsoread]]


વેજલપુરના શ્રીનંદનગરમાં પણ ભરાય છે પાણી

વેજલપુર શ્રીનંદનગર પાસે દર વર્ષે 2 ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જાય છે. શ્રી નંદનગર અને સોનલ સિનેમા રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે,વર્ષોથી સ્થાનિકોએ તંત્રને અનેક વાર રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવતું નથી,ત્યારે સ્થાનિકોને આશા છે કે આ વર્ષે પાણી ના ભરાય અને તંત્ર તેમની વાત સાંભળી જરૂરી નિરાકરણ લાવે.


રોડ સેકટરની મોટી પહેલ

ગુજરાત દેશના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા રાજ્યોમાં એક અગ્રેસર રાજ્ય છે. એટલું જ નહી, પોલિસી ડ્રિવન સ્ટેટ, રોબસ્ટ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પરિણામે દેશમાં ગુજરાત FDIનો મોટો હિસ્સો ધરાવતું રાજ્ય બન્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની ફલશ્રુતિએ રાજ્યમાં મોટાપાયે ઉદ્યોગો આવતાં અપ્રતિમ ઔદ્યોગિક વિકાસ થયેલો છે.આવા ઉદ્યોગો દ્વારા ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનના વિઝનને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ નેટવર્ક વધુ સુદ્રઢ કરવાના હેતુથી છેલ્લા બે વર્ષમાં રોડ સેક્ટરની નાણાંકીય જોગવાઈઓની ફાળવણીમાં 80 ટકાથી વધુનો વધારો કરવાની પહેલ કરી છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.

  • Follow us on: