• PM મોદી અને રાષ્ટ્રપતિએ ભાવિનાને અભિનંદન પાઠવ્યા
  • ટેબલ ટેનિલની ફાઈનલમાં નાઈજિરિયન ખેલાડીને હરાવી
  • પરિવારના સભ્યો સાથે ગ્રામજનોએ મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી

ભાવિન પટેલ ખેડુત પરીવાર માથી આવે છે તેવો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. કોમન વેલ્થ ગેમમાં ભારતને પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.તેમને નાઈજિરિયાના ખેલાડીને 3 - 0થી હરાવી ગોલ્ડ કબ્જે કર્યો હતો.ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે સમ્રગ દેશનું નામ કર્યું રોશન છે.

ટેબલ ટેનિલની ફાઈનલમાં નાઈજિરિયન ખેલાડીને હરાવી

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022નો નવમો દિવસ ભારતીય એથ્લેટ્સ માટે સારો રહ્યો અને પરિણામે ભારતે મેડલ ટેબલમાં પણ પોતાનું પ્રદર્શન સુધાર્યું. 6 ઓગસ્ટ શનિવારના રોજ ભારતના ખાતામાં કુસ્તીથી લઈને એથ્લેટિક્સ અને લૉન બોલમાં કુલ 14 મેડલ આવ્યા. આ રીતે, આ રમતોમાં ભારત માટે તે સૌથી સફળ દિવસ હતો. બોક્સિંગ, ટેબલ ટેનિસ, ક્રિકેટ અને હોકીમાં ભારતના ઘણા મેડલની મહોર મારી હતી. નવમા દિવસના અંતે, ભારતે કુલ 40 ગોલ્ડ સાથે પાંચમા સ્થાને પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું.


  • Follow us on: