• સોનું ત્રણ દિવસમાં 2800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું
  • સોનાના ભાવમાં 800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો નોંધાયો
  • હજી સોના-ચાંદીમાં મોટી વધઘટ આગામી સપ્તાહ સુધી જોવા મળી શકે છે

ગત 20 દિવસથી સોના અને ચાંદીના ભાવમાં વધારો રહ્યા બાદ છેલ્લા બે દિવસથી ભાવમાં ધીમો અને ક્રમશ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે સોના-ચાંદીમાં સામાન્ય ઘટાડો થયો છે. જેથી લગ્નસરામાં ખરીદી કરતા લોકોને રાહત મળી છે. આ ઉપરાંત સોનામાં રોકાણની વાટ જોઈને બેઠેલા લોકોને પણ લાભના સમાચાર છે.

આગામી દિવસમાં મોટી વધઘટ થઈ શકે છે

રાજકોટ શહેરમાં સોનાનો એક તોલાનો ભાવ 74 હજાર પહોંચ્યા છે. જ્યારે ચાંદી પ્રતિ કિલોમાં 92 હજારનો ભાવ થયો છે. સોનાના એક તોલા એટલે કે (10) ગ્રામનો ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે એક કિલો ચાંદીમાં પણ 500 રૂપિયા જેટલો ઘટાડો આવ્યો છે. જેથી સોના-ચાંદીના ભાવમાં વધારા બાદ ઘટાડો આવતા થોડીક રાહત થઈ છે. સોનું છેલ્લા ત્રણ દિવસમાં 10 ગ્રામ પેઠે 2800 રૂપિયા ઘટ્યું છે. હજી પણ સોના તેમજ ચાંદીમાં મોટી વધઘટ આગામી અઠવાડિયા સુધી જોવા મળી શકે છે.

  • Follow us on: