જિલ્લા રોજગાર વિનિમય કચેરી - બોટાદ દ્વારા બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ગ્રામીણ કોટા એક્સેસ બેંક લીમીટેડ અને અંજની સ્પીનટેક્ષ પ્રા. લી.- બોટાદ દ્વારા ટ્રેઈની કેન્દ્ર મેનેજર / ફિલ્ડ ઓફિસર અને વર્કર / હેલ્પર / ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ/૧ર પાસ/ગ્રેજ્યુએટ/આઇટીઆઇ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુ બંધમ વેબપોર્ટલન માધ્યમથી ભરતીમેળો યોજાશે.


જોબફેર
જેમાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૭/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજ સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની જીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગઈન કરીને જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા બોટાદ જિલ્લા રોજગાર અધિકારી એમ. બી. પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવે છે.
 
  • Follow us on: