ગોંડલ ગણેશ-અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદ વકર્યો છે,ત્યારે અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી ગયા છે,તો પોલીસનો ભારે બંદોબસ્ત જોવા મળ્યો છે,ગોંડલ ગણેશની ચેલેન્જને અલ્પેશ કથીરિયાએ સ્વીકારી છે અને તેઓ ગોંડલ પહોંચી હયા છે.અલ્પેશ કથીરિયાએ ગોંડલ ફરવાની જાહેરાત કરી છે,કથીરિયા સાથે ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ પણ પહોંચ્યા છે.


[[$googlead]]

ગોંડલમાં આશાપુરા મંદિરે કથીરિયા દર્શન કર્યા

ગોંડલમાં આશાપુરા મંદિરે અલ્પેશે અને તેના સમર્થકોએ દર્શન કર્યા છે,ગણેશ જાડેજાના સમર્થકોએ કાળી પટ્ટી બાંધીને અલ્પેશનો વિરોધ કર્યો છે,તો અલ્પેશની આ યાત્ર જયરાજસિંહ જાડેજાના ઘર આગળથી પસાર થઈ શકે છે અને ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે,તો કોઈ અઈચ્છનીય ઘટના ના બને તેને લઈ ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે,અગાઉ બંનેના પોસ્ટર વોર પણ સામે આવી ચૂક્યા છે.

[[$alsoread]]

રાજકોટના ગોંડલમાં રાજકારણમાં ગરમાવો

આ સમગ્ર ઘટનામાં રાજકરણમાં ગરમાવો આવ્યો છે,પોલીસને ખબર છે કે તમાશો થવાનો છે તેમ છત્તા પોલીસ કાર્યવાહી કરતી નથી,તો ગોંડલમાં જ્ઞાતિવાદનું રાજકારણ હાલ ચાલી રહ્યું છે,કથીરિયાનું કહેવું છે કે,ગોંડલ કોઈના બાપની જાગીર નથી,અલ્પેશ કથીરિયાનું કહેવું છે કે અમે ગોંડલમાં આવ્યા અને અમારી ગાડીનો કાર તૂટયો છે અને પથ્થરો ફેંકવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે,ધાર્મિક માલવિયાનું કહેવું છે કે,પોલીસની તાકાતથી લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

અલ્પેશ કથીરિયા અને જિગીશા પટેલે જવાબ આપ્યો

અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને સણસણતો જવાબ આપ્યો હતો.ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી, અમારે ગણેશના સર્ટિફિકેટની જરુર નથી.અમે ગોંડલમાં સિક્યુરિટી વગર જઈશું,સમાજને એક કરવા ગુજરાત ખૂંદીશુ.પાટીદાર સમાજ માટે જે જરુર હશે તે કરીશું.ગણેશના કુટુંબમાંથી કોણ ચૂંટણી લડશે તે નક્કી નથી. બાપ-બેટો ચૂંટણી વખતે જ ગોંડલમાં નીકળે છે. પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલે ગણેશ ગોંડલને જવાબ આપતાં કહ્યું હતું કે, પહેલા દૂધિયા દાંત પડે પછી રાજનીતિમાં આવજો.બાઉન્સરોને બાજુમાં મુકી માંનું ધાવણ બતાવવા આવજો.ત્રેવડ હોય તો રાજકુમાર જાટના આખા CCTV જાહેર કરે.હું એકલી જ આવી હતી, હું કોઈનાથી ડરતી નથી.માતા-પિતાની ઓથમાં બહાર નીકળી વાત કરવી જોઈએ.


  • Follow us on: