સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક 3 લાખથી વધુ ગુણીની આવક થવા પામી હતી. ગોંડલ યાર્ડ ધાણાનું હબ માનવામાં આવે છે. ત્યારે આજરોજ ગોંડલ યાર્ડમાં ધાણાની ગુણીઓ આવક થતા યાર્ડમાં જગ્યા ટૂંકી પડી હતી. યાર્ડમાં આવેલ ગ્રાઉન્ડ તેમજ છાપરાઓ ધાણાની આવકથી ખચોખચ ભરાય જવા પામ્યા હતા.યાર્ડમાં આવેલ વેપારીઓ તેમજ કમીશન એજન્ટની ઓફિસની બહાર ધાણાની ગુણીઓ ઉતારવાની ફરજ પડી હતી. હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 800/- થી 1650/- અને ધાણીના 20 કિલોના ભાવ રૂપિયા 800/- થી 2000/- સુધીનો ભાવ બોલાયો હતો.


[[$googlead]]

યાર્ડના પાર્કિંગ ગ્રાઉન્ડમાં 3500થી વધુ વાહનો નોંધાયા

ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી જણાવ્યું હતું કે,ગોંડલ યાર્ડમાં ધાણાની જણસી આવકની જાહેરાત કરવામાં આવતા સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો ગઈકાલ સવારથી યાર્ડની બાજુમાં આવેલ પાર્કિંગમાં 3500થી વધુ વાહનો નોંધણી થવા પામી હતી. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડબ્રેક આવક નોંધાતા યાર્ડના તમામ કર્મચારીઓ અધિકારીઓએ આખી રાત ખડેપગે રહી ધાણાની જણસીનો પુરી જેહમતથી સમાવેશ કરી લેવામાં આવ્યો છે. યાર્ડમાં હાલ જગ્યા ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે. જેની દરેક ખેડૂત ભાઈઓ તેમજ વાહન માલિકોએ ખાસ નોંધ લેવી. તેમજ ગોંડલ યાર્ડમાં ડુંગળી, ઘઉં સહિત અન્ય જણસીની પણ પુષ્કળ આવક હોય અને યાર્ડમાં જગ્યાનો હોવાને કારણે ડુંગળી અને ઘઉંની પણ જણસીની આવક બંધ કરવામાં આવી છે.

[[$alsoread]]

સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં આવે છે

ગોંડલ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી એ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીઓની પુષ્કળ આવક થાય છે. જેનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતોને અહીં પોતાની જણસીઓનો પૂરતો ભાવ તેમજ યાર્ડમાં જણસી ઉતારવા થી લઈને જણસીઓનો તત્કાલિક નિકાલ કરવામાં આવે છે. યાર્ડના કર્મચારીઓ દિવસરાત ખડેપગે રહી ખેડૂતોને કોઈ હેરાનગતિ અને અગવડતા ન પડે તેની પૂરતી કાળજી રાખવામાં આવે છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રભર માંથી જેમ કે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે અહીં આવી પહોંચે છે અને ખેડૂતો પણ પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.


  • Follow us on: