ગોંડલ અને સુરતમાં રાજકીય ખેંચતાણનો માહોલ ગરમ થઈ રહ્યો છે. ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યારે સુરતમાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી. ગણેશ ગોંડલે પાટીદાર યુવાઓને પડકાર ફેંક્યો હતો. પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. પાટીદાર આગેવાન જિગીશા પટેલે ગણેશ ગોંડલને જવાબ આપતાં કહ્યું હતું કે, હું એકલી જ આવી હતી, હું કોઈનાથી ડરતી નથી.


[[$googlead]]

ગોંડલનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

આ સમગ્ર કેસમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ સામસામે આવી ગયા છે અને સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરાઈ રહી છે,ગણેશ ગોંડલ અને અલ્પેશ કથીરિયાએ સામસામે પોસ્ટ કરી હતી જેમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે હુ 27 એપ્રિલે ગોંડલ આવી રહ્યો છુ,મારા સ્વાગતની તૈયારી કરજો,તો બીજી તરફ ગણેશ જાડેજાએ કટાક્ષ વાળી પોસ્ટ કરી છે કે,ગોંડલને બદનામ કરનારનું સ્વાગત કરવા તૈયાર રહેજો,ગોંડલની જનતા તૈયાર હોવાનું ગણેશ જાડેજાની પોસ્ટ છે.

[[$alsoread]]

અલ્પેશ કથીરિયા અને જિગીશા પટેલે જવાબ આપ્યો

અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને સણસણતો જવાબ આપ્યો હતો.ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી, અમારે ગણેશના સર્ટિફિકેટની જરુર નથી.અમે ગોંડલમાં સિક્યુરિટી વગર જઈશું,સમાજને એક કરવા ગુજરાત ખૂંદીશુ.પાટીદાર સમાજ માટે જે જરુર હશે તે કરીશું.ગણેશના કુટુંબમાંથી કોણ ચૂંટણી લડશે તે નક્કી નથી. બાપ-બેટો ચૂંટણી વખતે જ ગોંડલમાં નીકળે છે. પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલે ગણેશ ગોંડલને જવાબ આપતાં કહ્યું હતું કે, પહેલા દૂધિયા દાંત પડે પછી રાજનીતિમાં આવજો.બાઉન્સરોને બાજુમાં મુકી માંનું ધાવણ બતાવવા આવજો.ત્રેવડ હોય તો રાજકુમાર જાટના આખા CCTV જાહેર કરે.હું એકલી જ આવી હતી, હું કોઈનાથી ડરતી નથી.માતા-પિતાની ઓથમાં બહાર નીકળી વાત કરવી જોઈએ.

  • Follow us on: