ગોંડલના રાજકુમાર જાટના રહસ્યમય મોતના કેસને લઈ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે,તો મહત્વનું છે કે,પીએમ રિપોર્ટમાં શરીર ઉપર માર માર્યાના નિશાન સામે આવ્યા છે,ગુપ્ત ભાગે પણ ઊંડા નિશાન પડ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની વાત પીએમ રીપોર્ટમાં કરવામાં આવી છે,ઈજાના નિશાન તાજા હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


[[$googlead]]

પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતને લઈ અનેલ સવાલ

રાજકુમાર જાટનો પીએમ રીપોર્ટ સામે આવ્યો છે જેમાં અસહ્ય શારીરિક યાતનાઓ આપવામાં આવી હતી ? શું યુવક ઘરમાંથી બહાર નીકળતો હોય તેવા CCTV કેમ જાહેર ન કર્યા,ગણેશ જાડેજાએ યુવકને શા માટે ઘરમાં બોલાવ્યો હતો અને જયરાજસિંહના ઘર બહાર બોલાચાલી થઈ હતી જેને લઈ માર માર્યો હતો તેવા આક્ષેપ મૃતકના પિતાએ કર્યો છે.પોલીસે પિતાના આક્ષેપ પર ફરિયાદ કેમ ન નોંધી તે સવાલ છે,યુવક માનસિક અસ્થિર હોય તેવું દેખાડવા પોલીસના પ્રયાસ છે,UPSCની તૈયારી કરતો યુવક માનસિક અસ્થિર કેવી રીતે?

[[$alsoread]]

ઘરમાં પ્રવેશતા CCTV પોલીસે જાહેર કર્યા

ગોંડલમાં જયરાજસિંહના ઘરમાં યુવક પ્રવેશે છે તેવા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા હતા,પરંતુ ઘરમાંથી બહાર નીકળતા CCTV કેમ જાહેર ન કર્યા,ગણેશ જાડેજાએ યુવકને શા માટે ઘરમાં બોલાવ્યો હતો તેને લઈ પણ ચર્ચાઓ ચાલી રહી છે,પોલીસે જયરાજસિંહના ઘર બહાર બોલાચાલી થયાની ચર્ચાઓ અને બોલાચાલી સમયના ઘર બહારના CCTV કેમ જાહેર ન કર્યા તો પોલીસે પિતાના આક્ષેપ પર ફરિયાદ કેમ ન નોંધી તે સવાલ છે.રાજકોટ પોલીસ આ કેસમાં શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઇજાના 42 નિશાન હોવાનું ખુલ્યું

પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાના નિશાન હોવાની વાત પણ ખબર છે પરંતુ પોલીસ આ બાબતે સાચી માહિતી જાહેર કરતી નથી કે શું તેવું લાગી રહ્યું છે.યુવક માનસિક અસ્થિર હોય તેવું દેખાડવા પોલીસે પ્રયાસ કર્યો છે,UPSCની તૈયારી કરતો યુવક માનસિક અસ્થિર કેવી રીતે હોય?તો પોલીસ સાચા ખુલાસા કરે તેવી મૃત યુવકના પરિવારજનોની માગ છે.

યુવકના મોતને લઇ રાજસ્થાની જાટ સમાજમાં રોષ

યુવકના મોતને લઈ રાજસ્થાની જાટ સમાજમાં રોષની લાગણી જોવા મળી છે.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાની લોકો એકત્ર થશે અને મૃતક યુવક રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે સાથે સાથે યુવકના મોત CBIની તપાસની થઇ રહી છે માગ તો બીજી તરફ લોકસભામાં રાજસ્થાનના સાંસદે ઉઠાવ્યો હતો મુદ્દો અને અકસ્માતમાં યુવકનું મોત થયું હોવાનો પોલીસનો દાવો છે.ગણેશ જાડેજાએ માર માર્યા બાદ મોત થયાનો આક્ષેપ લાગ્યો છે.

  • Follow us on: