ગુજરાતમાં બનાસ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. બનાસ ડેરીએ દૂધ ખરીદ કિંમતમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો કર્યો છે. સાથે જ ભાવ વધારાની અસર ગ્રાહકો પર નહીં પડે તેવી માહિતી પણ સામે આવી છે.


ભાવ વધારાની અસર ગ્રાહકો પર નહીં પડે

બનાસ ડેરીએ દૂધ ખરીદ કિંમતમાં વધારો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે તેથી પશુપાલકો માટે ખુશખબરી કહી શકાય. આગામી 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. 25નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જોકે દૂધના વાપરતા ગ્રાહકોને એક પણ રૂપિયો વધારાનો ચૂકવવાનો નહી રહે. દૂધના ભાવ વધારાથી પશુપાલકોને દર મહિને વધારાના 25 કરોડ રૂપિયા ચૂકવાશે. સમગ્ર મામલે બનાસ ડેરીના સણાદર ખાતેના કાર્યક્રમમાંથી ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે, બનાસ ડેરીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત તેમજ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે. તેની સ્થાપના 1969માં ઓપરેશન ફ્લડ હેઠળ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના 1961ના નિયમ અનુસાર કરવામાં આવી હતી. ગલબાભાઈ નાનજીભાઈ પટેલે ડેરીના પાયામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેનું મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલું છે . બનાસ ડેરી દરરોજ સરેરાશ 5 મિલિયન લિટર દૂધ એકત્ર કરે છે.


  • Follow us on: